Bollywood : પીઢ અભિનેત્રી શશિકલાનું 88 વર્ષની ઉંમરે નિધન, 100થી વધારે ફિલ્મોમાં કર્યું કામ

|

Apr 04, 2021 | 5:45 PM

Bollywood : વરિષ્ઠ બોલિવૂડ એક્ટ્રેસ Shashikala ઓમ પ્રકાશ સાયગલનું 88 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. આજે એટલે કે 4 એપ્રિલના રોજ બપોરે 12 વાગે મુંબઈના કોલાબામાં તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં.

Bollywood : પીઢ અભિનેત્રી શશિકલાનું 88 વર્ષની ઉંમરે નિધન, 100થી વધારે ફિલ્મોમાં કર્યું કામ
પીઢ અભિનેત્રી શશિકલાનું નિધન

Follow us on

Bollywood : વરિષ્ઠ બોલિવૂડ એક્ટ્રેસ Shashikala ઓમ પ્રકાશ સાયગલનું 88 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. આજે એટલે કે 4 એપ્રિલના રોજ બપોરે 12 વાગે મુંબઈના કોલાબામાં તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં. મહારાષ્ટ્રીયન પરિવારમાં જન્મેલા Shashikalaએ નાની ઉંમરથી બોલિવૂડમાં કામ કરવાની શરૂઆત કરી હતી. સ્ક્રિપ્ટ રાઈટર કિરણ કોટરિયાલે સો.મીડિયામાં Shashikalaને શ્રદ્ધાંજલિ આપતી post શૅર કરી હતી.

પરિવાર તરફથી હજી સુધી કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી
Shashikalaના પરિવારે હજી સુધી કોઈ નિવેદન આપ્યું નથી કે એક્ટ્રેસનું મોત કયા કારણોસર થયું હતું.

Shashikala પૈસાદાર ઘરમાં જન્મ લીધો હતો
4 ઓગસ્ટ, 1932માં મહારાષ્ટ્રના સોલાપુરમાં જન્મેલા Shashikalaના પિતા ખૂબ જ અમીર હતા. Shashikalaના પિતા સોલાપુરમાં કપડાંનો બિઝનેસ કરતાં હતાં. Shashikala એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના પિતા તમામ કમાણી નાના ભાઈને મોકલી આપતા હતા. તેમનો નાનો ભાઇ લંડનમાં અભ્યાસ કરતો હતો. તેઓ છ ભાઈ-બહેન હતા. પિતાએ પરિવારને બદલે નાના ભાઈની જરૂરિયાતને વધુ મહત્ત્વ આપ્યું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Shashikalaના ભાઈએ વિશ્વાસઘાત કર્યો
Shashikalaએ આગળ કહ્યું હતું કે એક સમયે તેમના કાકાને સારી નોકરી મળી ગઈ, પરંતુ તે મોટાભાઈના પરિવારને ભૂલી ગયો. તેના પિતા દેવાદાર બની ગયા હતા. તે સમયે તેમને આઠ-આઠ દિવસ સુધી જમવાનું મળ્યું નહોતું. તેઓ રાહ જોતા કે કોઈ તેમને ઘરે જમવા બોલાવે.

11 વર્ષની ઉંમરમાં કામ શોધવાની શરૂઆત કરી
શશિકલા નાનપણથી જ દેખાવમાં સુંદર હતાં. સોલાપુરમાં તેમના પિતા પાસે પૈસા નહોતા. તેઓ એમ વિચારીને મુંબઈ આવ્યા કે અહીંયા શશિકલાને કંઈક કામ મળી જશે. આ સમયે શશિકલાની ઉંમર 11 વર્ષની હતી. મુંબઈ આવ્યા બાદ શશિકલાએ એક સ્ટૂડિયોથી બીજા સ્ટૂડિયોના ચક્કર કાપવાના શરૂ કર્યા હતા.

કામ ના મળતાં લોકોના ઘરે નોકરાણી બનીને કામ કર્યું
મુંબઈમાં શશિકલાએ ઘણો જ પ્રયાસ કર્યો, પરંતુ કામ મળ્યું નહીં. અંતે તેમણે લોકોના ઘરે નોકરાણીને બનીને કામ કરવાની શરૂઆત કરી હતી. આ જ રીતે એકવાર તેઓ એક્ટ્રેસ તથા સિંગર નૂરજહાંને મળ્યા હતા. નૂરજહાંને શશિકલાની સુંદરતા ગમી અને તેમણે તેમના પતિ શૌકત રિઝવીને કહીને શશિકલાને એક ફિલ્મમાં કામ અપાવ્યું હતું.

પહેલી ફિલ્મ માટે 25 રૂપિયા મળ્યાં હતાં
શશિકલાને 13 વર્ષની ઉંમરમાં એટલે કે 1945માં ફિલ્મ ‘ઝિન્નત’ મળી હતી. આ ફિલ્મ માટે તેમને 25 રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ તેમણે અનેક ફિલ્મમાં કામ કર્યું હતું.

Next Article