આ બિઝનેસમેન સામે બોલિવૂડ સુપરસ્ટાર દિલીપકુમારનો સ્ટારડમ પણ થઈ ગયો હતો ફિક્કો, જાણો તેમના જીવનનો ચોંકવાનારો કિસ્સો
દિલીપકુમારએ છ દાયકામાં તેમના બોલિવુડ કરીયરમાં માત્ર 63 ફિલ્મો જ કરી છે પણ તેમને હિન્દી સિનેમાને એકટિંગની નવી કળા આપી છે. આજે પણ દિલીપ કુમારની પ્રતિષ્ઠા એવી જ રહી છે જેવી પહેલા હતી. લોકો દિલીપકુમારની એક ઝલક જોવા માટે પાગલ થઈ જતા હતા. દિલીપકુમારને પણ દિલીપકુમાર હોવા પર ગર્વ હતો કારણ કે આ એ દિવસો […]

દિલીપકુમારએ છ દાયકામાં તેમના બોલિવુડ કરીયરમાં માત્ર 63 ફિલ્મો જ કરી છે પણ તેમને હિન્દી સિનેમાને એકટિંગની નવી કળા આપી છે. આજે પણ દિલીપ કુમારની પ્રતિષ્ઠા એવી જ રહી છે જેવી પહેલા હતી. લોકો દિલીપકુમારની એક ઝલક જોવા માટે પાગલ થઈ જતા હતા.
દિલીપકુમારને પણ દિલીપકુમાર હોવા પર ગર્વ હતો કારણ કે આ એ દિવસો હતા જયારે દિલીપકુમાર સફળતાની નવી સીડીઓ ચઢી રહ્યા હતા. દિલીપકુમારે ‘ગંગા જમના’ ફિલ્મમાં એક ગામડીયાના પાત્રને જે વિશેષતાથી રજુ કર્યું હતુ. તેટલા જ ન્યાયથી તેમને ‘મુગલે આઝમ’માં પણ શહજાદાની ભૂમિકા ભજવી હતી. દિલીપકુમારના ઘણા બનાવો જાણીતા છે પણ એક બનાવ જે.આર.ડી ટાટાથી જોડાયેલો છે.
એકવાર જયારે દિલીપકુમાર પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તે જ પ્લેનમાં બેઠેલા ઘણા લોકોએ દિલીપકુમારને જોઈ તેમની સાથે વાત કરવાની કોશિશ કરવા લાગ્યા તો ઘણા લોકો ઓટોગ્રાફ લેવા માટે તેમની સીટ સુધી પહોંચી ગયા. પણ તેમની બાજુની સીટમાં બેઠેલા એક વ્યકિતીને આ વાતથી કોઈ ફેર ના પડયો કે બાજુની સીટમાં કોન બેઠુ છે. તે વ્યકિતી બારી બહાર જોઈ રહ્યો હતો.
આ વાતથી હેરાન થઈ દિલીપકુમારે તે વ્યકિતીને પુછ્યુ કે શું તમે ફિલ્મો નથી જોતા. તે વ્યકિતીએ જવાબ આપ્યો કે બહુ વર્ષો પહેલા એક ફિલ્મ જોઈ હતી. ત્યારે દિલીપકુમારે કહ્યું કે હું દિલીપકુમાર છુ તો બાજુની સીટમાં બેઠેલ વ્યકિતીએ કહ્યું કે તમે ફિલ્મમાં શું કરો છો. તેમને કહ્યું કે હું એકટર છું.બાજુની સીટમાં બેઠેલ વ્યકિતીએ તેમનો પરિચય આપતા કહ્યું કે મારૂ નામ જે.આર.ડી ટાટા છે. ટાટાનું નામ સાંભળીને જ દિલીપકુમાર ચોંકી ગયા.
આ ઘટનાનો ઉલ્લેખ તેમની ઓટોબાયોગ્રાફીમાં પણ કર્યો છે. દિલીપકુમારને ખબર પણ નહોતી કે જે વ્યકિતીને તેઓ સામાન્ય માણસ સમજતા હતા તેઓ બીજા કોઈ નહિં પણ જે.આર.ડી. ટાટા હતા.
[yop_poll id=”904″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]