વિડીયો પોસ્ટ કરીને બોલીવુડ હિરોઈન Payal Rohatgi એ કહ્યું, ‘અમદાવાદ પોલીસને શરમ આવવી જોઈએ’
પાયલ રોહતગી હમણાં ખુબ ચર્ચામાં છે. તાજેતરમાં પાયલની ધરપકડ થઇ હતી. આ બાદ તેણે એક વિડીયો પોસ્ટ કરીને સેટેલાઇટ પોલીસ પર આરોપો લગાવ્યા હતા.
બોલીવુડ અભિનેત્રી પાયલ રોહતગી (Payal Rohatgi) છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. પાયલની કેટલાક દિવસ પહેલા સોસાયટીના ચેરમેનને ધમકાવવા અને તમાશો કરવા માટે ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જમાનત મળી ગઈ. પરંતુ આ વચ્ચે તેણે ઇન્સ્ટામાં એક વિડીયો શેર કર્યો. જેમાં તેણે અમદાવાદની સેટેલાઈટ પોલીસ પર આક્ષેપો લગાવ્યા હતા. બાદમાં પાયલે આ વિડીયો ડીલીટ કરી દીધો હતો. અહેવાલો અનુસાર વિડીયો ડીલીટ કરવાની સલાહ તેના વકીલે આપી હતી.
આ વિડીયોમાં પાયલે ધરપકડ વિશે નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે પોલીસે તેમના વ્યવહાર માટે શરમ અનુભવવી જોઈએ. સાથે જ પાયલે પોલીસને ‘બિન-વ્યવસાયિક રીતે’ વર્તવા માટે માફી માંગવાનું પણ વિડીયોમાં કહ્યું હતું પાયલનો દાવો છે કે CCTV ફૂટેજ સત્ય સાબિત કરી દેશે. એના માટે અન્ય કોઈ સાક્ષીની જરૂર નથી.
પોલીસે માફી માંગવી જોઈએ
વિડીયોમાં પાયેલે કહ્યું કે ‘હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે, અમદાવાદ પોલીસ, 25 મી જૂને સવારે મારા નિવાસસ્થાનથી મને ઉપાડવાનું તમારું વર્તન અસ્વીકાર્ય છે. તમે મને અપમાનિત કરવા માંગતા હતા, પરંતુ આમ ગેર-વ્યવસાયિક વર્તન માટે તમારે સંપૂર્ણ પોલીસ દળ તરીકે શરમ અનુભવવી જોઈએ. મારા નિવેદનોને સાબિત કરવા માટે મને કોઈ સાક્ષીની જરૂર નથી, કેમ કે મારી સોસાયટીમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
‘ફક્ત ભગવાન જ જાણે છે’
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે- સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનની બહારના રસ્તા પર પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તમે રાહ જુઓ કે સીસીટીવી ફૂટેજ ક્યારેય બહાર આવે છે કે નહીં. ત્યાં સુધી હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમે શું કર્યું અને કોના દબાણમાં કર્યું, તે ફક્ત ભગવાન જ જાણે છે. પરંતુ તમે જે રીતે મને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો છે, મને લાગે છે કે સમગ્ર પોલીસ દળ તરીકે તમને શરમ આવવી જોઈએ અને તમારે માફી માંગવી જોઈએ.
વિડીયો કર્યો ડીલીટ
પાયલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હવે તેની ટીમ દ્વારા હેન્ડલ કરવામાં આવ્યું છે. પાયલના આ વિડીયોને ડીલીટ કરવામાં આવ્યો હતો. અને એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. નિવેદનમાં જણાવ્યું હતું કે અમદાવાદ પોલીસ પરના પાયલના વિડીયોને અમે હટાવી દીધો છે. અને અમને આવું કરવા માટે અમારા વકીલે કહ્યું છે. ઉપરાંત, ડીલીટ થઇ ગયેલો વિડીયો કે વ્હોટસ એપ ચેટ, અત્યારના સમયે બધું પાછું આવી શકે છે. તેથી ચાલો રોહતગીને ન્યાય મળે તેની રાહ જોઈએ.
આ પણ વાંચો: Big News: કરણની આગામી ફિલ્મમાં રણવીર અને આલિયા સહીત જોવા મળશે આ દિગ્ગજ કલાકારો, જાણો વધુ વિગત
આ પણ વાંચો: Ranveer Singh Birthday: જાણો કઈ છે રણવીર સિંહની ટોપ 10 ફિલ્મો? છેલ્લી ફિલ્મના રેટિંગ પર વિશ્વાસ નહીં થાય