AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood News : મહાનાયક અમિતાભ બચ્ચનને પાન મસાલાની જાહેરાત ન કરવા તંબાકૂ વિરોધી જૂથોએ કરી અપીલ

આ પહેલી વાર નથી કે જ્યારે કોઇ ફિલ્મ સ્ટારના જાહેરાત પર કામ કરવાને લઇને વિવાદ થયો હોય. ખાસ કરીને એવી પ્રોડક્ટ અને કંપનીની જાહેરાત કરવા બદલ કે જે આરોગ્યને નુક્સાન પહોંચાડતી હોય.

Bollywood News : મહાનાયક અમિતાભ બચ્ચનને પાન મસાલાની જાહેરાત ન કરવા તંબાકૂ વિરોધી જૂથોએ કરી અપીલ
amitabh bachchan
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 12:47 PM
Share

મોટા મોટા સ્ટાર્સ પોતાના એક્ટિંગ કરીયરની સાથે સાથે ઘણી જાહેરાતમાં પણ કામ કરતા હોય છે કોઇ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ કામ કરે છે જે બદલ તેમને કરોડો રૂપિયા મળતા હોય છે. ઘણી વાર આવા સ્ટાર્સ કોઇ બ્રાંડને એન્ડોર્સ કરવા બદલ વિવાદમાં પણ ફસાઇ જાય છે. આવા ઘણા ઉદાહરણ ભૂતકાળમાં બન્યા છે. હાલમાં આવી જ એક બાબતને લઇને અમિતાભ બચ્ચન ચર્ચામાં આવ્યા છે. રાષ્ટ્રીય તંબાકૂ નાબૂદી સંગઠને ( Anti-tobacco groups) અભિનેતા અમિતાભ બચ્ચનને પાન મસાલાની બ્રાન્ડને પ્રોત્સાહન આપતી જાહેરાતોનો ભાગ ન બનવા અપીલ કરી છે.

એનઓટીઇના અધ્યક્ષ ડૉ શેખર સાલ્કરે ગુરુવારે મહાનાયકને પત્ર લખીને સરોગેટ પાન મસાલા જાહેરાતોથી પોતાની જાતને અલગ કરી લેવું જોઇએ અને તંબાકુ વિરોધી આંદોલનનું સમર્થન કરવું જોઇએ. તેમણે જણાવ્યુ છે કે, ચિકિત્સા અનુસંધાનથી ખબર પડી છે કે તંબાકૂ અને પાન મસાલાનું સેવન કેન્સર, હ્રદય રોગ અને શ્વાસ તંત્રથી સંબંધિત જાનલેવા બિમારીઓનું જોખમ વધી જાય છે.

તમને જણાવી દઇએ કે આ પહેલી વાર નથી કે જ્યારે કોઇ ફેમસ સ્ટારના જાહેરાત પર કામ કરવાને લઇને વિવાદ થયો હોય. ખાસ કરીને એવી પ્રોડક્ટ અને કંપનીની કરવા બદલ કે જે આરોગ્યને નુક્સાન પહોંચાડતી હોય. એક ઉદાહરણ આપીને તમને સમજાવીએ તો, મેગીમાં જ્યારે લીડ મળી આવ્યુ હતુ ત્યારે માધુરી દિક્ષીત પણ તેની જાહેરાતમાં કામ કરવા બદલ વિવાદમાં ફસાઇ હતી. આ સિવાય એક તંબાકૂ કંપનીની એડ કરવા બદલ અજય દેવગણને પણ ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. જોકે આ ટ્રોલનો એણે કોઇ જવાબ નતો આપ્યો અને તેણે જાહેરાત કરવાનું ચાલુ રાખ્યુ

શું અસર થાય છે ?

જ્યારે બોલીવૂડની કોઇ ફેમસ હસ્તી અથવા તો એવી પબ્લીક ફિગર કે જેને લોકો અનુસરતા હોય તેવા લોકો જ્યારે લોકોને કોઇ પ્રોડક્ટ ખરીદવા પ્રોત્સાહિત કરે છે તો લોકો તેને ખરેખર ખરીદવા તરફ પ્રેરાય છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં લોકો ફિલ્મી સ્ટાર્સને પોતાના આઇડલ માનતા હોય છે. આવા સ્ટાર્સ જે પણ કઇ કરે છે તે ટ્રેન્ડ સેટ થઇ જાય છે અને લોકો તેને અનુસરવા લાગે છે. તેવામાં જો આવા સ્ટાર્સ હાનિકારક વસ્તુઓને પ્રમોટ કરે છે તો યુવાનો પણ આ સામગ્રીના સેવન માટે પ્રેરાય તે સામાન્ય વાત છે.

આ પણ વાંચો –

PM Modi US Visit: 7 વર્ષ 7 પ્રવાસ, ઓબામા, ટ્રમ્પ બાદ હવે બાઈડેન સાથે દોસ્તીનાં નવા અઘ્યાયની શરૂઆત, PM Modiનો જાદુ બરકરાર

આ પણ વાંચો –

જુનાગઢની માંગરોલ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7400 રહ્યા, જાણો વિવિધ પાકનાં ભાવનાં એક ક્લિક પર

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
g clip-path="url(#clip0_868_265)">