Birthday special: એક્ટિંગ નહીં પરંતુ આ ફિલ્ડમાં આવવા માંગતી હતી Rani Mukerji

|

Mar 21, 2021 | 10:52 AM

21 માર્ચ 1978માં કોલકાતામાં જન્મેલી રાની મુખર્જીએ ફિલ્મ સારું નામ કમાયું છે અને સાથે જ તે સમયથી ટોપ એક્ટ્રેસ પૈકી એક રહી છે

Birthday special: એક્ટિંગ નહીં પરંતુ આ ફિલ્ડમાં આવવા માંગતી હતી Rani Mukerji
રાની મુખર્જી

Follow us on

રાની મુખર્જી(Rani Mukerji)  લગ્ન બાદ ભલે ફિલ્મોમાં ઓછી નજરે આવતી હોય પરંતુ રાની જે ફિલ્મમાં કામ કરે છે તે ફિલ્મમાં શાનદાર પરફોર્મન્સને કારણે આજે પણ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લે છે. લાઈમલાઈટથી દૂર રહેનારી રાની મુખર્જી (Rani Mukerji) આજે એટલે કે 21 માર્ચે તેનો 43મોં જન્મદિવસ મનાવી રહી છે. આવો જાણીએ તેના જીવન વિષેની જાણી-અજાણી વાતો.

બૉલીવુડ એક્ટ્રેસ રાની મુખર્જી ઇન્ડસ્ટ્રીઝની સૌથી સફળ એક્ટ્રેસ પૈકી એક છે. રાની મુખર્જીએ તેની કરિયરમાં વિભિન્ન પ્રકારના રોલ્સ નિભાવ્યા છે અને તેને વર્સેટાઈલ એક્ટિંગના કારણે લોકોના દિલમાં ખાસ જગ્યા મેળવી છે. રાની ભલે લગ્ન બાદ ફિલ્મમાં ઓછી નજરે આવી રહી છે પરંતુ એક્ટ્રેસ જે ફિલ્મનો હિસ્સો રરહી છે તેની શાનદાર પરફોર્મન્સ આજે પણ લોકોને ચકિત કરે છે.

21 માર્ચ 1978માં કોલકાતામાં જન્મેલી રાની મુખર્જીએ ફિલ્મ સારું નામ કમાયું છે અને સાથે જ તે સમયથી ટોપ એક્ટ્રેસ પૈકી એક રહી છે. પરંતુ આ બાદ પણ રાનીની એક્ટિંગ અને ફિલ્મ રાનીની પહેલી પસંદ રહી ના હતી. એક્ટ્રેસ પહેલા ફેશન ડિઝાઈનર બનવા માંતગી હતી પરંતુ તેના નસીબમાં કંઈક અલગ જ મંજુર હતું. આ બાદ રાની ફિલ્મમાં આવી અને છવાઈ ગઈ હતી. ઘણા લોકોને લાગે છે કે રાની મુખર્જીની પહેલી ફિલ્મ રાજા કી આયેગી બારાત હતી. પરંતુ આ રાની મુખર્જીની હિન્દી ફિલ્મની શરૂઆત હતી. તેની પહેલી ફિલ્મ બિયર ફૂલ હતી. તે રાણીના પિતા રામ મુખર્જી દ્વારા નિર્દેશિત બંગાળી ફિલ્મ હતી. ફિલ્મમાં રાની પ્રોસેનજિત ચેટરજી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રાનીએ ગુલામ, કુછ કુછ હોતા હૈ, મન, હેલો બ્રધર, હે રામ, હદ કર દી અપને, બિચછું, હર દિલ જો પ્યાર ક્યા, કહિ પ્યાર ના હો જાયે, ચોરી ચોરી ચૂપકે ચૂપકે, નાયક અને કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મોમાં નજરે આવી હતી.રાની મુખર્જી વિશે એક વાત કહી શકાય કે તેણીએ તેની કારકિર્દીમાં ક્યારેય સંઘર્ષ જોયો નથી. તેની ફિલ્મો હંમેશાં સારું પ્રદર્શન કરતી અને તેની એક્ટિંગની પ્રસંશા કરવામાં આવતી હતી. સાથિયા, ચલતે ચલતે, એલઓસી કારગિલ, યુવા, હમ તુમ, વીર જારા, બ્લેક, બંટી ઔર બબલી, બાબુલ, લાગા ચુનરી મેં દાગ઼, સાંવરિયા, નો વન કિલ્ડ જેસિકા, દિલ બોલે હડીપ્પા, તલાશ,આઇયા અને બોમ્બે ટોકીઝનો હિસ્સો રહી છે.

રાનીએ તેની કરિયરમાં અત્યાર સુધી 17 વાર ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત થઈ છે અને 7 ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂકી છે. કોઈપણ અભિનેત્રી દ્વારા જીતવામાં આવેલા આ સૌથી એવોર્ડ છે. આ સિવાય તેણે આઈફા, ઝી સિને, સ્ટાર ગિલ્ડ, સ્ક્રીન એવોર્ડ સહિતના વધુ એવોર્ડ જીત્યા છે.

રાની મુખર્જીએ 2014 માં યશ ચોપરાના પુત્ર આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ અભિનેત્રી તેની અંગત જિંદગીમાં વ્યસ્ત છે. ઉપરાંત, તેમણે પ્રોફેશનલ લાઈફ પર પણ સારું બેલેન્સ રાખ્યું છે. મર્દાની સિરીઝ અને હિચકી જેવી ફિલ્મોમાં તેની એક્ટિંગને પસંદ કરવામાં આવી છે. હવે એક્ટ્રેસ ફિલ્મ બંટી ઔર બબલીના બીના પાર્ટને લઈને ચર્ચામાં છે.

Next Article