Birthday Special : આ જાહેરાત બાદ બદલાઇ ગઇ હતી મિલિંદ સોમનની જિંદગી, ન્યૂડ ફોટોશૂટને લઇને થયો હતો વિવાદ

|

Nov 04, 2021 | 7:57 AM

મિલિંદ સોમને વર્ષ 1995માં ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું, જે બાદ તે વિવાદોનો હિસ્સો બની ગયો હતો. આ ફોટોશૂટમાં મિલિંદ સાથે તે સમયની ફેમસ મોડલ મધુ સપ્રે જોવા મળી હતી. આ બંને સુપર મોડલની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર વાયરલ થઈ રહી છે.

Birthday Special : આ જાહેરાત બાદ બદલાઇ ગઇ હતી મિલિંદ સોમનની જિંદગી, ન્યૂડ ફોટોશૂટને લઇને થયો હતો વિવાદ
Birthday Special: Milind Soman's life had changed after this advertisement,

Follow us on

મિલિંદ સોમન તેની ફિટનેસ માટે જાણીતા છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને દરરોજ તે પોતાની તસવીરો શેર કરતા રહે છે. આજે મિલિંદ તેનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમનો જન્મ 4 નવેમ્બર 1965ના રોજ યુકેમાં થયો હતો. તેણે તેની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી. તેણે ઘણા રિયાલિટી શોને જજ પણ કર્યા છે. આજે મિલિંદના જન્મદિવસ પર અમે તમને તેમના વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ છીએ.

મિલિંદ સોમને વર્ષ 1995માં ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું, જે બાદ તે વિવાદોનો હિસ્સો બની ગયો હતો. આ ફોટોશૂટમાં મિલિંદ સાથે તે સમયની ફેમસ મોડલ મધુ સપ્રે જોવા મળી હતી. આ બંને સુપર મોડલની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર વાયરલ થઈ રહી છે.

મિલિંદના આ ફોટોશૂટને લઈને ઘણો હંગામો થયો હતો. તેની સામે વિરોધ પ્રદર્શન થયા હતા. મિલિંદ સોમને આ ફોટોને લઈને 14 વર્ષ સુધી કાનૂની કાર્યવાહીમાં પડવું પડ્યુ હતુ. જે બાદ કોર્ટે એડ કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મ્યુઝિક વીડિયોમાં દેખાયો

મિલિંદ સોમન વર્ષ 1995માં જ અલીશા ચિનોયના સુપરહિટ આલ્બમ મેડ ઇન ઇન્ડિયામાં જોવા મળ્યો હતો. આ આલ્બમ પછી મિલિંદ દરેક જગ્યાએ છવાઈ ગયો. તેના જૂના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

પ્રથમ જાહેરાત માટે 50 હજાર રૂપિયા મળ્યા હતા

મિલિંદ સોમને થોડા સમય પહેલા પોતાના ફોટોશૂટની તસવીર શેર કરી હતી અને કહ્યું હતું કે તેને આ માટે 50 હજાર રૂપિયા મળ્યા હતા. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું – વર્ષ 1989 માં, પ્રથમ જાહેરાત. મને થોડા કલાકોના ફોટોશૂટ માટે 50 હજાર રૂપિયાની ઓફર કરવામાં આવી અને હું આશ્ચર્યચકિત થઈ ગયો. મને લાગ્યુ કે આ લોકો પાગલ થઈ ગયા છે. તે સમયે હું 23 વર્ષનો હતો અને મેં મારી કારકિર્દી કુક તરીકે શરૂ કરી હતી.

25 વર્ષની નાની છોકરી સાથે લગ્ન કર્યા

મિલિંદે પોતાનાથી ઉંમરમાં 25 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા હતા. મિલિંદ અને અંકિતાએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. જે બાદ તેઓ સમાચારોમાં છવાઇ ગયા હતા. મિલિંદ અને અંકિતા બંને ફિટનેસ ફ્રીક છે અને સોશિયલ મીડિયા પર એક સાથે તસવીરો શેર કરતા રહે છે.

આ પણ વાંચો –

‘કોપીમાસ્ટર’ કેજરીવાલે મારી મફત તીર્થયાત્રા યોજનાની કરી નકલ’, પ્રમોદ સાવંતે ચૂંટણી વચનને લઈને દિલ્હીના મુખ્યમંત્રી પર કર્યો પ્રહાર

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 04 નવેમ્બર: ગ્રહોની સ્થિતિ સાનુકૂળ છે, આજે સંજોગોમાં સકારાત્મક પરિવર્તન આવશે અને યોગ્ય તકો પ્રાપ્ત થશે

Next Article