Birthday Special: સાંભળો કવિતા ક્રિષ્નામૂર્તિના કંઠે ગવાયેલા શાનદાર ગીતો

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 25, 2021 | 12:26 PM

Kavita Krishnamurthy 25 જાન્યુઆરી 1958 માં દિલ્હીમાં તેમનો જન્મ થયો હતો. કવિતા કૃષ્ણમૂર્તિએ ઘણા લોકપ્રિય ગીત ગાયા છે.

પ્રખ્યાત ગાયિકા કવિતા ક્રિષ્નામૂર્તિનો (Kavita Krishnamurthy) આજે જન્મદિવસ છે. 25 જાન્યુઆરી 1958 માં દિલ્હીમાં તેમનો જન્મ થયો હતો. કવિતા ક્રિષ્નામૂર્તિએ ઘણા લોકપ્રિય ગીત ગાયા છે. એમનું પહેલું ગીત લતા મંગેશકર સાથે વર્ષ 1971 માં આવ્યું હતું. તેમણે 16 થી વધુ ભાષાઓમાં 25 હજારથી વધુ ગીતો ગાયા છે. કવિતા ક્રિષ્નામૂર્તિના અવાજમાં એ જાદુ છે કે આજે પણ લોકોના પગ થરકી ઉઠે છે.

કવિતાનો જન્મ તમિલ પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ શારદા હતું. કવિતા જ્યારે આઠ વર્ષની હતી ત્યારે સિંગિંગ સ્પર્ધામાં એમને પ્રથમ ઇનામ મળ્યું હતું. અને ત્યારે એમને સ્વપ્ન જોયું સિંગર બનવાનું. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજ દરમિયાન કવિતા દરેક સ્પર્ધામાં ભાગ લેતા હતા. આ દરમિયાન પ્રખ્યાત ગાયક મન્ના ડેએ એક કાર્યક્રમમાં કવિતાનું ગીત સાંભળ્યું, અને તેમને જાહેરાતોના ગાવાની તક આપી. એક સમય એવો આવ્યો કે કવિતા ક્રિષ્નામૂર્તિ બોલિવૂડના જાણીતા ગાયકોમાંની એક બની ગઈ. આજે તેમના જન્મદિવસ નિમિત્તે અમે તમારા માટે તેના કેટલાક સદાબહાર ગીતો લઈને આવ્યા છીએ જેનો જાદુ આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે.

 

 

 

 

 

g clip-path="url(#clip0_868_265)">