Birthday Special: સલમાનથી લઈને અક્ષય સુધી, કોની સાથે હીટ રહી કેટરિનાની જોડી? કોની સાથે અફેરની થઈ ચર્ચા?

|

Jul 16, 2021 | 7:41 AM

બોલીવુડની એક સુંદર હિરોઈન કેટરિનાનો આજે એટલે કે 16 જુલાઈએ જન્મદિન છે. ચાલો આજે જાણીએ કે કયા હીરો સાથે તેની ફિલ્મો હીટ ગઈ અને કોની સાફે અફેરની વાતો આવી હતી સામે.

Birthday Special: સલમાનથી લઈને અક્ષય સુધી, કોની સાથે હીટ રહી કેટરિનાની જોડી? કોની સાથે અફેરની થઈ ચર્ચા?
Birthday Special: From Salman to Akshay, with whom Katrina Kaif's film was a hit?

Follow us on

બોલીવુડમાં (Bollywood) પોતાના અભિનયથી અલગ જગ્યા બનાવનાર કેટરિના કૈફ (Katrina Kaif) આજે એટલે કે 16 જુલાઈએ પોતાનો 38 મો જન્મદિવસ ઉજવી રહી છે. કેટરિનાનો જન્મ 16 જુલાઈ 1983 ના રોજ થયો હતો. તમને જણાવી દઈએ કે કેટરિનાનો જન્મ હોંગકોંગમાં થયો હતો. બોલીવુડમાં કેટરિનાએ બુલ ફિલ્મથી એન્ટ્રી કરી. આ ફિલ્મ એટલી હીટ ના રહી. આ બાદ કેટરિના સલમાન ખાન સાથે મૈને પ્યાર ક્યોં કિયામાં જોવા મળી. આ એ ફિલ્મ હતી જેણે કેટનું નસીબ બદલી દીધું.

આ ફિલ્મ માટે નિર્માતા આયશા શ્રોફે કેટરિનાનું નામ બદલીને કેટરિના કાજી કરી દીધું હતુ. તમને જણાવી દિએ કે કેટની માતાનું નામ ટરકોટે છે, અને પિતાનું નામ મોહમ્મદ કૈફ. જેથી કેટરિનાએ પિતાની અટકને પોતાની ઓળખ બનાવી છે અને નામ રાખ્યું છે કેટરિના કૈફ.

કેટે સલમાનથી લઈને અક્ષય સુધી ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું. આ બાદ તે બોલીવુડની ટોપ હિરોઈનમાં આવી ગઈ. ચાલો આજે તમને કેટની હીટ જોડી વિશે વાત કરીએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સલમાન ખાન અને કેટરિના કૈફ

કેટરિના કૈફ સલમાન ખાન (Salaman Khan) સાથેની ફિલ્મ એન્ટ્રી કરીને બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમાંથી એક ટાઇગર, પાર્ટનર, યુવરાજ પણ છે. હવે બંને ટૂંક સમયમાં ટાઇગર ઝિંદા હૈ 3 માં જોવા મળશે. સલમાન અને કેટના અફેરની પણ ચર્ચા લાંબા સમય સુધી બોલીવુડમાં ચાલી.

અક્ષય કુમાર અને કેટરિના કૈફ

અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરિનાએ એક સાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. બંનેની કેમિસ્ટ્રી દરેક વખતે ફેન્સ દિલ જીતી લે છે. અક્ષય અને કેટરિનાએ દે ધના ધન, નમસ્તે લંડન, હમકો દીવાના કર ગયે અને સિંગ ઇઝ કિંગ જેવી ઘણી રોમેન્ટિક અને કોમેડી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંને જલ્દીથી ‘સૂર્યવંશી’ ફિલ્મમાં સાથે જોવા મળશે.

રણબીર કપૂર અને કેટરિના કૈફ

રણબીર કપૂર (Ranbir Kapoor) અને કેટરિના કૈફની કેમિસ્ટ્રી ખૂબ હીટ હતી. બંનેએ બે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમાં અજબ પ્રેમ કી ગઝબ કહાની અને જગ્ગા જાસુસ સામે છે. જો કે બંનેના અફેરની પણ ચર્ચા ખુબ થઇ હતી.

શાહરૂખ ખાન અને કેટરિના કૈફ

કેટરિના કૈફે રોમાંસ કિંગ શાહરૂખ ખાન (Shahrukh Khan) સાથે બે ફિલ્મોમાં કામ કર્યું છે. બંનેએ પહેલીવાર જબ તક હૈ જાનમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. આ પછી બંને ઝીરોમાં સાથે જોવા મળ્યા. ઝીરો ફિલ્મ સારું પ્રદર્શન કરી શકી નહીં. પરંતુ કેટરિનાની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી હતી.

વિકી કૌશલ અને કેટરિના કૈફ

વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ રિલેશનશિપમાં હોવાના સમાચાર છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે પરંતુ હંમેશાં કહે છે કે તે એક બીજાના સારા મિત્રો છે. કરણ જોહરના ચેટ શોમાં કેટરીનાએ કહ્યું હતું કે તે વિકી કૌશલ સાથે કામ કરવા માંગે છે. જેના વિશે જાણીને વિકી કૌશલ ખુબ ખુશ હતો.

 

આ પણ વાંચો: Item Number: મિથુન ચક્રવર્તી ફરી બતાવશે પોતાના ડાન્સની કુશળતા, પુત્ર Namashi Chakraborty માટે શૂટ કર્યું ગીત

આ પણ વાંચો: Kareena Kapoor Baby Boy Photo: ચાહકોએ જોઈ Kareena Kapoorના નાના પુત્ર જેહની ઝલક, ક્યુટનેસમાં તૈમૂરને પણ આપે છે ટક્કર

Next Article