Birthday Special: ‘ચિતચોર’ થી ‘સાવન કો આને દો’ સુધીની ઝરીના વહાબની સુપરહિટ ફિલ્મો જેનાથી તેમણે જીત્યું હતું બધાનું દિલ

|

Jul 17, 2021 | 9:57 PM

એક્ટ્રેસ ઝરીના વહાબે (Zarina Wahab) 80 અને 90ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે પોતાના અભિનયથી એક અલગ ઓળખ બનાવી હતી.

Birthday Special: ચિતચોર થી સાવન કો આને દો સુધીની ઝરીના વહાબની સુપરહિટ ફિલ્મો જેનાથી તેમણે જીત્યું હતું બધાનું દિલ
Zarina Wahab

Follow us on

બોલિવૂડની દુનિયામાં પોતાના શાનદાર અભિનય માટે જાણીતી અભિનેત્રી ઝરીના વહાબ (Zarina Wahab) આજે પોતાનો 62મો જન્મદિવસ મનાવી રહી છે. ઝરીનાનો જન્મ 17 જુલાઈ 1959ના રોજ વિશાખાપટ્ટનમમાં થયો હતો. ઝરીનાએ 80 અને 90ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. તેઓ ઘણી ભાષાઓમાં નિપુણ છે. આજે ઝરીનાના જન્મદિવસ પર અમે તમને તેમની સુપરહિટ ફિલ્મો વિશે જણાવીશું.

 

ઝરીનાએ બોલિવૂડમાં પગ મૂકવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો. તેમના ઘેરા રંગ અને દેખાવને કારણે ઘણી ફિલ્મો તેમના હાથમાંથી નીકળી ગઈ. પરંતુ તેમણે હાર માની ન હતી અને પ્રયત્ન કરતી રહી. ઝરીના પહેલા ફિલ્મ ગુડ્ડીથી બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહી હતી, પરંતુ આ ફિલ્મ તેમના હાથમાંથી નીકળી ગઈ અને જયા બચ્ચન આ ફિલ્મમાં દેખાઈ. ઝરિનાને ફરી ચિતચોર ફિલ્મથી ઓળખ મળી. આ ફિલ્મ જોયા પછી દરેક તેના અભિનયના દિવાના થઈ ગયા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

ચિતચોર (Chitchor)

ચિતચોરમાં ઝરીના સાથે અમોલ પાલેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે નેશનલ એવોર્ડ પણ જીત્યો હતો. આ પછી ઝરીના અને અમોલે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું.

 

સાવન કો આને દો (Sawan Ko Aane Do)

સાવન કો આને દો ફિલ્મમાં ઝરીના સાથે અરુણ ગોવિલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સિવાય અમરીશ પુરી પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળ્યા હતા. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. તેના ગીતોને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

 

ઘરૌંદા (Gharonda)

ઝરીના વહાબ અને અમોલ પાલેકરે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમાંથી એક ઘરૌંદા પણ છે. ઝરીનાની બેસ્ટ ફિલ્મમાની એક છે. આ ફિલ્મે તેના નામે ઘણા એવોર્ડ જીત્યા હતા.

જજબાત (Jazbaat)

ઝરીનાએ ઘણા સેલેબ્સ સાથે કામ કર્યું છે. તેઓ રાજ બબ્બર સાથે ફિલ્મ જજબાતમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

 

ગોપાલ કૃષ્ણ (Gopal Krishna)

ઝરીના વહાબ અને સચિન પીલગાંવકરે ફિલ્મ ગોપાલ કૃષ્ણમાં કામ કર્યું હતું. રાજશ્રી પ્રોડક્શન્સ હેઠળ બનેલી આ ફિલ્મમાં ઝરીના રાધાની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચો: Good News: Janhvi Kapoorના ચાહકો માટે મોટા સમાચાર, અભિનેત્રીની કારકિર્દી બનાવવા માટે કરણ જોહરે સેટ કરી નવી ફિલ્મ

Next Article