Birthday Special : અસિને આમીર ખાન સાથે કરી હતી બોલીવૂડમાં એન્ટ્રી, પહેલી જ ફિલ્મે બનાવી દીધો હતો રેકોર્ડ

|

Oct 26, 2021 | 8:32 AM

અસિને વર્ષ 2016માં માઈક્રોસોફ્ટના સીઈઓ રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા, ત્યારબાદ તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી. હવે તે તેના પરિવાર સાથે સમય વિતાવે છે. સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.

Birthday Special : અસિને આમીર ખાન સાથે કરી હતી બોલીવૂડમાં એન્ટ્રી, પહેલી જ ફિલ્મે બનાવી દીધો હતો રેકોર્ડ
Birthday Special: Asin made an entry in Bollywood with Aamir Khan

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ અસિન આજે તેનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. સાઉથમાં ધૂમ મચાવીને બોલિવૂડમાં પગ મૂકનાર અસિન તેની પહેલી જ ફિલ્મથી દરેક જગ્યાએ છવાઈ ગઈ હતી. તેણે આમિર ખાન સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આજે તેમના જન્મદિવસ નિમિત્તે અમે તમને તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ છીએ.

અસિનનો જન્મ 26 ઓક્ટોબર 1985ના રોજ કોચીમાં થયો હતો. તેણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત મલયાલમ ફિલ્મોથી કરી હતી. વર્ષ 2001માં તેણે એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. જે પછી તે કોલીવુડની રાણી બની ગઈ. આસિને તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

અસિને તેની બોલિવૂડ કરિયરની શરૂઆત આમિર ખાન સાથેની ફિલ્મ ગજનીથી કરી હતી. આ સાઉથની ફિલ્મની હિન્દી રિમેક છે. આ ફિલ્મ પછી અસિન દરેક જગ્યાએ છવાઈ ગઈ હતી. તેની પહેલી જ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ગજનીએ બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. તે સમયે એક ફિલ્મ માટે આટલો બિઝનેસ કરવો એ મોટી વાત હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ગજની પછી અસીનનું નસીબ ચમક્યું. તેની પાસે ઘણી બોલિવૂડ ફિલ્મો હતી. તે સલમાન ખાન સાથે ફિલ્મ લંડન ડ્રીમ્સમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધારે પ્રદર્શન કરી શકી નહીં પરંતુ સલમાન અને અસિનની જોડીને પસંદ કરવામાં આવી હતી. આ જોડી ફરી એકવાર રેડીમાં સાથે જોવા મળી હતી. રેડી બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ અને 100 કરોડથી વધુની કમાણી કરી.

તમને જણાવી દઈએ કે અસિને પોતાના બોલિવૂડ કરિયરમાં હાઉસફુલ 2, બોલ બચ્ચન, ખિલાડી 786, ઓલ ઈઝ વેલ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ હવે તે ઈન્ડસ્ટ્રીને અલવિદા કહીને ચાલી ગઈ છે.

અસિને વર્ષ 2016માં માઈક્રોસોફ્ટના સીઈઓ રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા, ત્યારબાદ તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી. હવે તે તેના પરિવાર સાથે સમય વિતાવે છે. સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.

આ પણ વાંચો –

Ahmedabad: પગાર મુદ્દે વિરોધ કરતા સફાઈકર્મીઓની પોલીસે કરી અટકાયત, તો પોલીસ સ્ટેશનમાં જ દર્શાવ્યો જોરદાર વિરોધ

આ પણ વાંચો –

Bank Holidays in November 2021 : દિવાળીના તહેવાર સહીત નવેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે? રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

આ પણ વાંચો –

Viral Video : લોન માટેના ફોનથી હેરાન વ્યક્તિએ ટ્રેન ખરીદવા માંગી લીધી 300 કરોડની લોન, બેંક કર્મચારીએ પક્ડયુ માથુ

Next Article