Bigg Boss 16: અંકિત ફરી એકવાર પ્રિયંકા વિરુદ્ધ થયો, બંન્ને વચ્ચે જોવા મળી તિરાડ

|

Nov 02, 2022 | 11:33 AM

બિગ બોસ 16 (Bigg Boss 16)માં ફેન્સની ફેવરિટ એવી જોડી વચ્ચે અણબનાવ થયો છે. પ્રિયંકા અને અંકિત વચ્ચે ખૂબ ઝઘડો થયો હતો.

Bigg Boss 16: અંકિત ફરી એકવાર પ્રિયંકા વિરુદ્ધ થયો, બંન્ને વચ્ચે જોવા મળી તિરાડ
Bigg Boss 16: અંકિત ફરી એકવાર પ્રિયંકા વિરુદ્ધ થયો, બંન્ને વચ્ચે જોવા મળી તિરાડ
Image Credit source: Instagram

Follow us on

Bigg Boss 16: બિગ બોસ સીઝન 16નો ગત્ત રાત્રેનો એપિસોડ ખુબ જ મજેદાર રહ્યો હતો. પ્રિયંકા ચૌધરી હાલમાં એક માત્ર એવી સ્પર્ધક છે જે આખા ઘર પર ભારી પડી રહી છે કોઈ મુદ્દા હોય કે પછી કોઈનો પક્ષ લેવાનો હોય પ્રિયંકા દરેક મામલે આગળ રહે છે. તમામ લોકો જાણે છે કે, બિગ બોસનો શો બોલવાનો શો છે. પોતાની વાત રાખવાનો શો છે આ વાત પ્રિયંકાથી કોઈ વધારે સમજી શકતું નથી. ઘરની અંદર અમુક જ એવા સ્પર્ધક કે પછી કોઈ સ્પર્ધક છે જેની લડાઈ પ્રિયંકાની સાથે ન થઈ હોય.

 

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

ગત્ત રાત્રે જોવા મળેલા એપિસોડમાં અબ્દુ શાલીનના પ્રોટીનની મજાક બનાવી દે છે. જેના પર શાલીનની પાસે બેસેલી ટીના, નિમ્રત સહિત ઘરના તમામ સભ્ય હસી રહ્યા હતા. આ માહૌલ હસી -મજાકનો જ હતો પરંતુ શાલિનને શું થયું કે તે ઉભો થઈ પ્રિયંકાની પાસે જાય છે અને તેને કહે છે કે, મારી બિમારીની મજાક ન બનાવો, જેના પર પ્રિયંકા કહે છે કે, તેણે આવું ક્યારે પણ કહ્યું નથી. તે ઘરના અન્ય સભ્યોની જેમ અબ્દુની વાત પર હસી રહી હતી.

અંકિત  પ્રિયંકા પર ખુબ ગુસ્સે થયો

શાલિન આ દરમિયાન પ્રિયંકાની સાથે ઝગડો થયો છે. તેની સાથે તુ તુ મે મે કરી હતી. આ વચ્ચે શાલિને અંકિતને કહ્યું કે, તુ સત્યનો સાથ દે છો ત્યારબાદ અંકિતે પ્રિયંકાને કહ્યું કે, આ વાતને વધુ ન ખેચો પરંતુ પ્રિયંકા તેની તમામ વાત કહી ચુપ થઈ ગઈ હતી પરંતુ આ વચ્ચે અંકિત પોતાની મિત્ર પ્રિયંકા પર ખુબ ગુસ્સે થયો હતો અંકિતે તેનો સાથે આપવાને બદલે તેનો સાથ આપવાનું કામ કર્યું છે.

ત્યારબાદ પ્રિયંકાએ સાજિદ ખાન સાથે વાત કરી કહ્યું આ મારો સાથ ક્યારે પણ આપતા નથી હું આને 2 વર્ષથી સહન કરું છુ, જેના પર અંકિત કહે છે મને સહન કરવાની જરુર નથી તું તારો જો હું મારું કામ જોઈ લઈશ. ત્યાર આ બંન્ને વચ્ચે તિરાડ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દા ને લઈ વાતો થઈ રહી છે કે, અંકિતે પ્રિયંકાને સાથ આપવો જોઈએ. શાલિન માટે યુઝર્સે લખ્યું કે, તે જાણી જોઈને પ્રિયંકા સાથે લડી રહ્યા છે કારણ કે, તે લાઈમ લાઈટમાં રહે.

Published On - 11:33 am, Wed, 2 November 22

Next Article