Big News : ટાઇગર શ્રોફ – દિશા પટણી વિરુદ્ધ FIR, જાણો શું છે પુરો મામલો ?

|

Jun 03, 2021 | 10:45 AM

ટાઇગર શ્રોફ વિરુદ્ધ બુધવારે કોઈ પણ યોગ્યા કારણ વિના સાર્વજનિક સ્થળો પર ભ્રમણ કરીને મહામારીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

Big News : ટાઇગર શ્રોફ - દિશા પટણી વિરુદ્ધ FIR, જાણો શું છે પુરો મામલો ?
Tiger Shroff

Follow us on

FIR against Tiger Shroff: અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff ) ચાહકોના દિલો પર રાજ કરે છે. અભિનેતાના ડાન્સ અને અભિનયના આધારે ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ટાઇગર હંમેશા વિવાદોથી દૂર રહે છે. પરંતુ હવે કલાકારો અચાનક જ ચર્ચામાં આવી ગયા છે. અભિનેતા વિરુદ્ધ કોરોના નિયમોના ભંગ બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે.

એક સમાચાર અનુસાર, ટાઇગર શ્રોફ વિરુદ્ધ બુધવારે કોઈ પણ યોગ્યા કારણ વિના સાર્વજનિક સ્થળો પર ભ્રમણ કરીને મહામારીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

કેમ નોંધાઈ હતી ટાઇગર વિરુદ્ધ ફરિયાદ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હકીકતમાં, કોવિડ 19 ના વધતા જતા કેસોને કારણે મુંબઇ સહિત દેશના વિવિધ ભાગોમાં આવાગમન પર કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ટાઇગર શ્રોફ આ નિયમોનું ઉલ્લંઘન કરીને ફસાઈ ગયા છે. ટાઇગર વિરુદ્ધ બુધવારે COVID 19 ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

મુંબઇ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે બાગી 3 અભિનેતા સાંજના સમયે બાંદ્રા બેન્ડસ્ટેન્ડની આસપાસ કોઈ માન્ય કારણ વગર ફરતા જોવા મળ્યા હતા. જેના કારણે અભિનેતા સામે કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર અનુસાર, ટાઇગર ફરવાના નિશ્ચિત સમયમર્યાદા બાદ સાંજે બાંદ્રા બેન્ડસ્ટેન્ડમાં ફરતા હતા. જે કોવિડ 19 લોકડાઉન નિયમોની વિરુધ્ધ છે. કારણ કે હાલમાં કોઈ પણ કારણ વગર નિશ્ચિત સમય મર્યાદા પછી ફરી નથી શકતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ટાઇગર ફરતા હતા, ત્યારે દિશા પાટણી (Disha Patani) પણ તેમની સાથે કારમાં હાજર હતી.

 

કઈ ધારામાં કેસ નોંધ્યો હતો

એટલું જ નહીં, અભિનેતા સામે આઈપીસીની કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવશે નહીં કારણ કે તે જામીનપાત્ર ગુનો છે. તે જ સમયે, જ્યારે પોલીસ દ્વારા અભિનેતાને ટહેલતા જોવા મળ્યા હતા અને તેની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે અભિનેતા તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો, તે બરાબર સમજાવી શક્યા નહીં કે તે કેમ ફરતા હતા. તે પછી પોલીસે હવે કેસ નોંધ્યો છે.

જોકે, આ સમગ્ર મામલામાં હજુ સુધી ટાઇગર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. ટાઈગરની આગામી ફિલ્મોમાં ‘હિરોપંતી 2’ (Heropanti 2) ની સિક્વલ પણ શામેલ છે, જેમાં તારા સુતરિયા તેની સાથે જોવા મળશે. આ સાથે ‘ગણપથ’ ભાગ 1 માં ફરી એક વાર એક્શન અવતારમાં જોવા મળશે. આમાં તે ફરી ક્રિતી સેનન (Kriti Sanon) સાથે કામ કરશે.

 

Next Article