Bhupen Hazarika birth anniversary : ‘રૂદાલી’ જેવી ફિલ્મો માટે સંગીત આપનારા ભૂપેન હજારિકાને Googleએ Doodle બનાવીને આપી શ્રદ્ધાંજલિ

|

Sep 08, 2022 | 9:45 AM

Google Doodle : ભૂપેન હજારિકાનું (Bhupen Hazarika birth anniversary) બાળપણ બ્રહ્મપુત્રા નદીના કિનારે જીવન પર આધારિત ગીતો અને લોકવાર્તાઓ વચ્ચે વીત્યું હતું. તે આનાથી ઘણો પ્રભાવિત થયો હતો. નાનપણમાં જે શીખ્યા તે તેમણે પોતાની કળામાં સારી રીતે ઉતાર્યું.

Bhupen Hazarika birth anniversary : રૂદાલી જેવી ફિલ્મો માટે સંગીત આપનારા ભૂપેન હજારિકાને Googleએ Doodle બનાવીને આપી શ્રદ્ધાંજલિ
Bhupen hazarika google doodle

Follow us on

Sudha Konthi તરીકે જાણીતા સુપ્રસિદ્ધ સંગીતકાર ભૂપેન હજારિકાની (Bhupen Hazarika birth anniversary) આજે 96મી જન્મજયંતિ છે. પ્રતિદ્વંદી અને રૂદાલી જેવી ફિલ્મોનું સંગીત આપનારા ભૂપેન હજારિકા માત્ર સંગીતકાર તરીકે જ જાણીતા નથી, તેઓ ગીતકાર, ગાયક, કવિ અને ફિલ્મ નિર્માતા પણ હતા. ગૂગલે પણ ખાસ ડૂડલ બનાવીને ભારતીય સિનેમાના આ વિખ્યાત ગીતકાર-સંગીતકારને શ્રદ્ધાંજલિ આપી છે. ભૂપેન હજારિકાનું આ ડૂડલ (Google Doodle)  મુંબઈ સ્થિત કલાકાર ઋતુજા માલીએ (Rituja Mali) બનાવ્યું છે.

ગૂગલે ડૂડલ બનાવીને ભૂપેન હજારિકાને આપી શ્રદ્ધાંજલિ

ગૂગલે બનાવેલા આ ડૂડલમાં તમે જોશો કે, ભૂપેન હજારિકા હાથમાં હાર્મોનિયમ લઈને બેઠા છે. તેના ચહેરા પર એક સુંદર સ્મિત છે. હાર્મોનિયમની સાથે તેની સામે માઈક પણ મૂકવામાં આવ્યું છે. ભૂપેન હજારિકા ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. તેણે પોતાના ખભા પર આસામની ઓળખનો ગમછો પણ પહેર્યો છે, જેના પર તે સ્થળની લોકપ્રિય જાપી ડિઝાઇન દેખાય છે. આ ડૂડલ આસામી સિનેમા અને લોક સંગીતને લોકપ્રિય બનાવવા માટે ભૂપેન હજારિકાના કાર્યની ઉજવણી કરી રહ્યું છે.

ભૂપેન હજારિકા ઘણા પુરસ્કારોથી સન્માનિત

ભૂપેન હજારિકા ઉત્તરપૂર્વ ભારતના મુખ્ય સામાજિક અને સાંસ્કૃતિક સુધારકોમાંના એક હતા. તેમની રચનાઓ એટલી શક્તિશાળી હતી કે તેઓએ જીવનના તમામ ક્ષેત્રના લોકોને એક કર્યા. હજારિકાનો જન્મ 8 સપ્ટેમ્બર 1926ના રોજ આસામના સાદિયામાં થયો હતો. તેમના પિતાનું નામ નીલકંઠ અને માતાનું નામ શાંતિપ્રિયા હજારિકા હતું. તેમના પિતા મૂળ શિવસાગર જિલ્લાના નાઝીરા નગરના હતા. ભૂપેન હજારિકાનું બાળપણ બ્રહ્મપુત્રા નદીના કિનારે જીવન પર આધારિત ગીતો અને લોકવાર્તાઓ વચ્ચે વીત્યું હતું. તે આનાથી ઘણો પ્રભાવિત થયો હતો. નાનપણમાં જે શીખ્યા તે તેમણે પોતાની કળામાં સારી રીતે લાગુ કર્યું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભૂપેન હજારિકાને ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાન માટે ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1975માં ભૂપેન હજારિકાને શ્રેષ્ઠ પ્રાદેશિક ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય તેમને ફિલ્મ જગતનો સૌથી મોટો એવોર્ડ દાદા સાહેબ ફાળકે પણ એનાયત કરવામાં આવ્યો છે. 2011માં તેમને કલાના ક્ષેત્રમાં યોગદાન બદલ પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.

Next Article