Bhool Bhulaiyaa 2 Teaser: જબરદસ્ત અંદાજમાં ‘ભૂલ ભુલૈયા 2’નું ટીઝર થયું રિલીઝ, કાર્તિકની સ્ટાઈલ કરી દેશે આશ્ચર્યચકિત

|

Sep 28, 2021 | 10:32 PM

Bhool Bhulaiyaa 2 teaser: કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ભૂલ ભુલૈયા 2 ની ચાહકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. હવે આ ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે.

Bhool Bhulaiyaa 2 Teaser: જબરદસ્ત અંદાજમાં ભૂલ ભુલૈયા 2નું ટીઝર થયું રિલીઝ, કાર્તિકની સ્ટાઈલ કરી દેશે આશ્ચર્યચકિત
Karthik Aaryan

Follow us on

કોરોના વાઈરસની બીજી લહેર બાદ મહારાષ્ટ્ર સરકારે 22 ઓક્ટોબરથી થિયેટરો ખોલવાનો આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં નિર્માતાઓ તેમની ફિલ્મો રજૂ કરવાની જાહેરાત પણ કરી રહ્યા છે, આ યાદીમાં કાર્તિક આર્યન અભિનીત ભૂલ ભુલૈયા 2 પણ સામેલ છે. હવે કાર્તિકે ચાહકોની સામે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કાર્તિક આર્યન (Kartik Aaryan) અને કિયારા અડવાણી (Kiara Advani)ની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ (Bhool Bhulaiyaa 2) 2022માં 25 માર્ચે સિનેમાઘરોમાં આવશે. હવે આજે કાર્તિકે ચાહકોની સામે ફિલ્મનું શાનદાર ટીઝર રજૂ કર્યું છે.

 

કેવું છે ભૂલ ભુલૈયા 2નું ટીઝર

મંગળવારે કાર્તિક આર્યને તેમના ચાહકો માટે ઈન્સ્ટાગ્રામ પર ભૂલ ભુલૈયા 2 (Bhool Bhulaiyaa 2)નું ટીઝર શેર કર્યું હતું. ટીઝરમાં કાર્તિક એક ગુંબજ પર બેઠેલા જોવા મળે છે. કાર્તિક આર્યનના લુકની વાત કરીએ તો તેમણે આંખોમાં ચશ્મા પહેરેલા, ગળામાં અને હાથમાં માળા પહેરેલી, જીન્સ ટી-શર્ટ સાથે કાળા ચશ્મા પહેરેલા જોવા મળે છે. આ સાથે સમડી આજુબાજુ ઉડતી જોવા મળે છે.

 

જો આપણે ટીઝરની વાત કરીએ તો આની શરુઆત ચંદ્ર બતાવવાની સાથે શરૂ થાય છે અને પછી કાર્તિક અંધકારના પ્રકાશમાં દેખાય છે. પૃષ્ઠભૂમિમાં વિચિત્ર અવાજ સાથે ભુલ ભુલૈયાના ટ્રેકનું સંગીત સાંભળવામાં આવશે. ટીઝરમાં કાર્તિકના ચહેરા પર ઘણો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ટીઝર શેર કરતી વખતે કાર્તિકે લખ્યું છે કે તમે ફિલ્મ નજીકના સિનેમા હોલમાં જોઈ શકો છો. આ ટીઝર રિલીઝ થતાની સાથે ચાહકો વચ્ચે છવાઈ ગયું છે. ચાહકો આના પર જબરદસ્ત પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

 

 

તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યનની આ ફિલ્મ હોરર-કોમેડી ‘ભૂલ ભુલૈયા’ની સિક્વલ છે, જેમાં અક્ષય કુમાર (Akshay Kumar) અને વિદ્યા બાલન (Vidya Balan), સાઈની આહુજા (Shiney Ahuja) મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અનીસ બાઝમી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મના ત્રણ પોસ્ટરો 19 ઓગસ્ટ 2019ના રોજ રિલીઝ કરવામાં આવ્યા હતા. આ સાથે કાર્તિક, કિયારા (Kiara Advani) અને તબ્બુ (Tabu) પહેલી વખત સાથે કામ કરશે. હવે ચાહકો ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે.

 

 

આ પણ વાંચો :- Bhagat Singh Birth Anniversary: શહીદ ભગત સિંહ પર બનેલી છે આ બોલીવુડ ફિલ્મો, દરેકને પ્રેક્ષકોનો મળ્યો જબરદસ્ત પ્રેમ

 

આ પણ વાંચો :- Sardar Udham Singh Teaser: વિક્કી કૌશલ સ્ટારર ‘સરદાર ઉધમ સિંહ’ નું ટીઝર રિલીઝ, જબરદસ્ત લુકમાં દેખાયા અભિનેતા

Next Article