Video: શાહરૂખ ખાનના જન્મદિવસ પહેલા લાઈટથી ઝગમગી ઉઠ્યુ ‘મન્નત’, ઘરે આવી રહ્યા છે ગિફ્ટ્સ

|

Nov 01, 2021 | 10:59 PM

શાહરૂખ ખાન (Shahrukh Khan)ના જન્મદિવસની ચાહકો દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે પણ શાહરૂખના જન્મદિવસે તેના ઘરે ગિફ્ટ્સ આવવાની શરૂ થઈ ગઈ છે.

Video: શાહરૂખ ખાનના જન્મદિવસ પહેલા લાઈટથી ઝગમગી ઉઠ્યુ મન્નત, ઘરે આવી રહ્યા છે ગિફ્ટ્સ
Shahrukh Khan

Follow us on

રોમાન્સના કિંગ શાહરૂખ ખાન (Shahrukh Khan) મંગળવારે તેમનો 56મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. શાહરૂખ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965ના રોજ દિલ્હીમાં થયો હતો. કિંગ ખાનના જન્મદિવસ પહેલા જ ઉજવણી શરૂ થઈ ગઈ છે. તેમના ઘર મન્નતને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. શાહરૂખ ખાનના જન્મદિવસ પહેલા જ તેમના ઘરે ગિફ્ટ્સ આવવા લાગી છે. શાહરૂખના ઘરે ગિફ્ટ્સ, કેક, ફૂલ આવવા લાગ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શાહરૂખના જન્મદિવસ પહેલા જ તેના ચાહકો તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

‘મન્નત’ શણગારવામાં આવ્યું

શાહરૂખ ખાનના ઘર મન્નતને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. આખા ઘરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. મન્નતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વર્ષે શાહરૂખના જન્મદિવસની સાથે દિવાળી પણ ઉજવવામાં આવશે.

 

 

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન માટે ઓક્ટોબર મહિનો ઘણો મુશ્કેલ રહ્યો છે. શાહરૂખના પુત્ર આર્યનની એનસીબીએ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. NCB દ્વારા મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ પર દરોડો પાડીને આર્યનની ધરપકડ કરવામાં આવી હતી.

 

આર્યન છેલ્લા ઘણા દિવસોથી આર્થર રોડ જેલમાં હતો. ગયા અઠવાડિયે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ આર્યન જેલમાંથી બહાર આવ્યો છે. આર્યન 30 ઓક્ટોબરે સવારે જેલમાંથી બહાર આવ્યો હતો. શાહરૂખ અને ગૌરી આર્યનને લેવા આર્થર રોડ જેલમાં ગયા હતા. જો રિપોર્ટ્સનું માનીએ તો આર્યનને જેલમાં મોકલવાની વાત સાંભળીને શાહરૂખ અને ગૌરીની આંખોમાં આંસુ આવી ગયા હતા.

 

શાહરૂખ ખાન દર વર્ષે પોતાનો જન્મદિવસ અને દિવાળી ધામધૂમથી ઉજવે છે, પરંતુ આ વર્ષે તેમણે પોતાનો જન્મદિવસ, દિવાળી અને આર્યનનો જન્મદિવસ ખૂબ જ શાંતિથી ઉજવવાનું નક્કી કર્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો શાહરૂખ પોતાનો જન્મદિવસ ખૂબ જ શાંતિથી ઉજવશે. એવી અપેક્ષા છે કે તેઓ તેમના જન્મદિવસ પર ચાહકોને મળવા બાલ્કનીમાં આવશે. આ મુશ્કેલ સમયમાં તેમને ટેકો આપવા બદલ આભાર માનશે.

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ છેલ્લે કેટરિના કૈફ (Katrina Kaif) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે ઝીરો (Zero)માં જોવા મળ્યા હતા. હવે તે ટૂંક સમયમાં જ દીપિકા પદુકોણ (Deepika Padukone) અને જોન અબ્રાહમ (John Abraham) સાથે પઠાણ (Pathan)માં જોવા મળશે.

 

આ પણ વાંચો :- Janhvi Kapoor અને સારા અલી ખાન પહોંચ્યા કેદારનાથ મંદિર, દર્શન કરતી વખતે બંનેના ફોટા આવ્યા સામે

 

આ પણ વાંચો :- Love Story: ફિલ્મોમાં કામ કરતી વખતે એકબીજાને આપ્યું દિલ, જાણો ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની અનોખી લવ સ્ટોરી

Next Article