Anushka Sharma અને વિરાટ કોહલી વચ્ચે થયું ‘બેટ બેલેન્સ’ ચેલેન્જ, વાયરલ વીડિયોમાં જુઓ કોણે મારી બાજી

|

Jul 04, 2021 | 4:32 PM

અનુષ્કાએ પુત્રી વામિકાને જન્મ આપ્યા બાદથી મોટાભાગે વિરાટ સાથે જોવા મળે છે. તે સમયાંતરે પોતાની અને વિરાટની તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે. જો કે, બંનેમાંથી એક પણ તેમની પુત્રીની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરતા નથી.

Anushka Sharma અને વિરાટ કોહલી વચ્ચે થયું બેટ બેલેન્સ ચેલેન્જ, વાયરલ વીડિયોમાં જુઓ કોણે મારી બાજી
Virat Kohli, Anushka Sharma

Follow us on

વિરાટ કોહલી (Virat Kohli) ને બેટ્સમેન તરીકે ચાહકો પસંદ કરે છે. અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથેની તેમની જોડીને લોકો પાવર કપલ માને છે. લગ્ન બાદથી હંમેશાં બંને સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. અનુષ્કાએ તાજેતરમાં વિરાટ કોહલી સાથે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને એક ખાસ ચેલેન્જ પૂરી કરતા જોવા મળ્યા હતા. ચાહકોને આ વીડિયો ખૂબ ગમ્યો છે.

ખાસ વાત એ છે કે અનુષ્કા શર્માએ ક્રિકેટને લગતા આ પડકારને કોહલી કરતા વધુ સારી રીતે પૂર્ણ કર્યો, જેના પછી ચાહકો તેમની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થયો છે. અનુષ્કા શર્મા આ પહેલા પણ વિરાટ સાથે ઘણી ચેલેન્જ વીડિયો શેર કરી ચૂકી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની બેટ બેલેન્સ ચેલેન્જ

વીડિયોમાં બંને જુદા જુદા બેટને બેલેન્સ કરવાનું ચેલેન્જ પૂર્ણ કરતા જોવા મળી રહ્યા છે. અનુષ્કા એક તરફ અને બીજી બાજુ વિરાટ જોવા મળી રહ્યા છે. જ્યારે વિરાટ કોહલીને બેટને બેલેન્સ કરવામાં ઘણી તકલીફ પડી રહી હતી, ત્યારે અનુષ્કા તેને ખૂબ જ સરળતાથી બેલેન્સ કરતી જોવા મળી હતી. કોહલી બેટને સંતુલિત કરવાની સાથે સાથે ફોન ચલાવતા પણ જોવા મળ્યા હતા.

આ વીડિયોને શેર કરતાં અનુષ્કાએ લખ્યું કે, ‘મને વિરાટ સાથે ટકા ટક બેટ બેલેન્સ ચેલેન્જ કરવામાં ખૂબ જ મજા આવી. હવે તમને પણ આ કરીને બતાવો. ‘સોશ્યલ મીડિયા પર વિરાટ અને અનુષ્કાના ચાહકો આ પોસ્ટ પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ચાહકો પણ અનુષ્કાની ખૂબ પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

 

 


અનુષ્કા શર્મા વિરાટ કોહલી સાથે ઇંગ્લેન્ડમાં સમય વિતાવી રહી છે

અનુષ્કા અને વિરાટ હાલમાં લંડનમાં છે. પુત્રી વામિકાને જન્મ આપ્યા બાદથી અનુષ્કા મોટાભાગે વિરાટ સાથે જોવા મળી છે. તે સમયાંતરે પોતાની અને વિરાટની તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે. જો કે, બંનેમાંથી એક પણ તેમની પુત્રીની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરતા નથી. અનુષ્કા આ વર્ષે જાન્યુઆરીમાં માતા બની હતી અને તે તેમના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. અનુષ્કા અને વિરાટે વર્ષ 2017 માં લગ્ન કર્યાં હતાં, ત્યારબાદ બંને સ્ટાર્સ આગામી દિવસો સુધી ચર્ચામાં રહેતા હોય છે.

Next Article