‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવની ખુલી કિસ્મત, બાદશાહે શું ગીતનાં શુટિંગ માટે બોલાવ્યો ચંદીગઢ ?

|

Jul 25, 2021 | 7:55 PM

આજકાલ સોશિયલ મીડિયા પર 'બચપન કા પ્યાર' એક ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. ચાહકોમાં રાજ કરનારા હવે રૈપર બાદશાહે પણ એક વીડિયો કોલ પર સહદેવ સાથે વાત કરી હતી અને તેને મળવા માટે ચંદીગઢ બોલાવ્યો છે.

બચપન કા પ્યાર ફેમ સહદેવની ખુલી કિસ્મત, બાદશાહે શું ગીતનાં શુટિંગ માટે બોલાવ્યો ચંદીગઢ ?
Badshah

Follow us on

સોશિયલ મીડિયા પર ઘણીવાર ગીતો વાયરલ થાતા રહે છે. કેટલીકવાર આ ગીતો દ્વારા કેટલાક લોકો પણ દરેક જગ્યાએ છવાઈ જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક ગીત ‘બચપન કા પ્યાર’ જોરદાર વાયરલ થઈ રહ્યું છે. જ્યા આ ગીતોને દરેક જગ્યાએ શેર કરવામાં આવી રહ્યું છે, ત્યારે ઘણા સેલેબ્સ પણ આ ગીત પર જોરશોરથી રીલ બનાવી રહ્યા છે. હવે આ ગીતના ગાયક તે બાળકને બાદશાહ (badshah) નું આમંત્રણ આવ્યું છે.

હાલમાં જ બોલિવૂડ સિંગર બાદશાહે પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે બચપન કા પ્યાર ગીત પર મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં, હવે બાદશાહે આની સાથે જે કર્યું છે તેના માટે ચાહકો તેમની પ્રશંસા કરતાં થાકતા નથી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બાદશાહનું મળ્યું આમંત્રણ

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્કૂલનો ગણવેશ પહેરેલો બાળક તેમના શિક્ષકોની સામે ‘બચપન કા પ્યાર ભુલ નહીં જાના રે’ ગાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ ગીત ગાતા બાળકનું નામ સહદેવ (Sahdev) છે, જે છત્તીસગઢના સુકમાના છીંદગઢ બ્લોકમાં રહે છે.

સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે સહદેવનો આ વીડિયો બે વર્ષ જૂનો છે. એક અહેવાલ અનુસાર બાદશાહે ખુદ એક વીડિયો કોલ પર આ બાળક સાથે વાત કરી છે એટલું જ નહીં, રૈપર તેને મળવા માટે ચંદીગઢ બોલાવ્યો છે. આ પછી એવી આશા છે કે બાદશાહ સહદેવ સાથે ગીતનું શૂટિંગ કરી શકે છે.

 

 


આપને જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યુ દરમિયાન સહદેવે કહ્યું છે કે તેના પિતા ખેડૂત છે અને ઘરે ટીવી, મોબાઈલ વગેરે નથી. તે હંમેશાં બીજાના ફોન પરથી ગીતો સાંભળે છે અને સ્કુલમાં ગીત પણ બીજાના મોબાઇલમાંથી સાંભળીને ગાયુ હતું. આટલું જ નહીં, તે બાળક કહે છે કે તે મોટા થઈને ગાયક બનવા માંગે છે.

સમાચારો અનુસાર, બાદશાહ દ્વારા સહદેવને ચંદીગઢ આવે ત્યાં સુધી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ખુદ સહદેવ તેના પરિવારના સભ્યો સાથે બાદશાહને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

Next Article