#Asksrk: ફેને કહ્યું જો ફિલ્મો નહીં તો ગીતો કરી લો, Shah Rukh Khanનો આ જવાબ જીતી લેશે તમારૂ દિલ

|

Jun 25, 2021 | 7:37 PM

શાહરૂખ ખાને તાજેતરમાં જ ટ્વિટર પર Ask Me Anything સેશન કર્યું હતું. જેમાં તેમના ચાહકોએ તેમને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. જેના જવાબો શાહરૂખે પોતાની શૈલીમાં આપ્યા હતા.

#Asksrk: ફેને કહ્યું જો ફિલ્મો નહીં તો ગીતો કરી લો, Shah Rukh Khanનો આ જવાબ જીતી લેશે તમારૂ દિલ
Shah Rukh Khan

Follow us on

બોલિવૂડના ‘બાદશાહ’ શાહરૂખ ખાનને ઘણા લાંબા સમયથી તેમના ચાહકો મોટા પડદા પર મિસ કરી રહ્યા છે. શાહરૂખ ખાન છેલ્લે વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યા હતા. ત્યારબાદ શાહરૂખ કોઈ પણ ફિલ્મમાં દેખાયા નથી. તાજેતરમાં શાહરૂખે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂરા થવા પર ચાહકો સાથે એક ઈન્ટરેક્શન સેશન કર્યું હતું. જેમાં તેમણે ચાહકોની આ ઉત્સુકતાને અમુક હદે ઓછી કરી દીધી છે.

 

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

શાહરૂખ ખાને તાજેતરમાં જ ટ્વીટર પર Ask Me Anything સેશન કર્યું હતું. જેમાં તેમના ચાહકોએ તેમને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. જેના જવાબો શાહરૂખે પોતાની શૈલીમાં આપ્યા હતા. આ દરમિયાન એક યુઝરે શાહરૂખને પૂછ્યું, ‘આ સમયે મૂવી રિલીઝ એક સારો વિકલ્પ ન હોઈ શકે, ડાન્સ નંબર વિશે શું વિચાર છે, જે અમને થોડા સમય માટે પકડીને રાખી શકે.’

 

કિંગ ખાને પણ આ સવાલનો જવાબ આપ્યો હતો અને તેમનો જવાબ સાંભળીને તેમના ચાહકોના ચહેરા પર સ્મિત આવવું જરુરી છે. શાહરૂખ ખાને આ સવાલના જવાબમાં લખ્યું, ‘ના યાર, હવે તો ઘણી બધી ફિલ્મો આવશે.’ જેનાથી લાગે છે કે શાહરૂખ જલ્દીથી ઘણી ફિલ્મોની ઘોષણા કરવા જઈ રહ્યા છે. હવે તેમના ચાહકોની રાહ પણ પૂરી થશે તેવું લાગી રહ્યું છે.

 

 

આ સિવાય બીજા એક યૂઝરે શાહરૂખને પૂછ્યું, ‘ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં શું રંધાઈ રહ્યું છે.’ તેના જવાબમાં શાહરૂખે કહ્યું ‘કેટલીક ખૂબ જ મસાલેદાર ફિલ્મો’. શાહરૂખના આ સવાલ અને જવાબ સત્રમાં ઘણા લોકોએ તેમને રમૂજી પ્રશ્નો પૂછ્યા, જેનો જવાબ શાહરૂખે પણ ખૂબ રમૂજી રીતે આપ્યા છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાને થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તેઓ શૂટિંગ પર જવા માટે તૈયાર છે.

 

 

નોંધપાત્ર વાત એ છે કે છેલ્લીવાર શાહરૂખ ખાન ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા. ડિસેમ્બર 2018માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેમના સિવાય કેટરીના કેફ અને અનુષ્કા શર્મા પણ મહત્વની ભૂમિકામાં હતા. ત્યારબાદ તેમની કોઈ પણ ફિલ્મની ઘોષણા કરવામાં આવી નથી. હવે તે પઠાન ફિલ્મમાં જોવા મળશે. આ સાથે જ એવા સમાચાર પણ છે કે શાહરૂખ ખાનની આ ફિલ્મમાં સલમાન ખાન પણ કેમિયો કરતા જોવા મળશે. આ સિવાય તે રાજકુમાર હિરાની સાથે પણ કામ કરી રહ્યા છે.

 

Next Article