બહેન લતા મંગેશકરની યાદમાં ભાવુક બની આશા ભોંસલે, કહ્યું- દીદીએ સાડીના પલ્લુ પર …

ભારતની મહાન ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) ભલે આ દુનિયામાં આજે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમના ગીતો આજે પણ દરેકના દિલમાં વસે છે. 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'ના મંચ પર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

બહેન લતા મંગેશકરની યાદમાં ભાવુક બની આશા ભોંસલે, કહ્યું- દીદીએ સાડીના પલ્લુ પર ...
Asha Bhosle & Lata Mangeshkar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 7:28 PM

ઝી ટીવીનો (Zee TV) populr ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ ચેમ્પ’ (Dance India Dance Little Champ) દર અઠવાડિયે યુવા નૃત્ય પ્રતિભાના આકર્ષક અભિનયનો સાક્ષી છે. આજના એપિસોડમાં, પ્રેક્ષકોને ખાસ ટ્રીટ મળી હતી, કારણ કે તમામ લિટલ માસ્ટર્સે ડીઆઈડીના સ્ટેજ પર સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના (Lata Mangeshkar) જીવનની અભૂતપૂર્વ ઉજવણી સાથે લતા મંગેશકરને એક શ્રદ્ધાંજલિ આપી હતી. આજના એપિસોડમાં, સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલે પણ હાજર રહયા હતા. એપિસોડના શૂટિંગ દરમિયાન, જ્યારે યુવા પ્રતિભાઓએ આશાજી તેમજ નિર્ણાયકોને તેમના શાનદાર પરફોર્મન્સથી પ્રભાવિત કર્યા હતા.

જ્યારે હોસ્ટ જય ભાનુશાળીએ સ્વર્ગીય ગાયિકા લતા મંગેશકરની બહેન પાસેથી જાણવા માગ્યું કે, શું તેણીએ કોઈનો ઓટોગ્રાફ લીધો છે. ત્યારે આશા ભોંસલેએ કરેલા ચોંકાવનારો ઘટસ્ફોટ સાંભળીને દરેકને ખુબ આશ્ચર્ય થયું હતું. આશા ભોંસલેએ કહ્યું કે લતાજીના મૃત્યુ પહેલા તેમણે તેમની એક જૂની સાડીના પલ્લુ પર તેમનો ઓટોગ્રાફ લીધો હતો.

પરંતુ આટલું જ નહીં, ડીઆઈડી લિટલ માસ્ટર્સના સેટ પર આશાજી તે સાડી પણ લાવ્યા હતા અને આ વાર્તા બધાની સામે સંભળાવી, જે સાંભળીને દરેકની આંખોમાંથી આંસુ આવી ગયા હતા.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

લતા મંગેશકરને યાદ કરીને સૌ બન્યા ભાવુક

આશા ભોંસલેએ કહ્યું કે, ”હું મારા જીવનમાં જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને તેમના સમાન અન્ય ઘણી મહાન હસ્તીઓને મળી છું, પરંતુ મેં ક્યારેય કોઈને ઓટોગ્રાફ માંગ્યા નથી. મારી પાસે એક જ વ્યક્તિનો ઓટોગ્રાફ છે અને તે છે લતા મંગેશકર. આજથી 5-6 મહિના પહેલા જ્યારે તે બીમાર પડ્યા હતા ત્યારે તેણે મને તેના રૂમમાં બોલાવીને પૂછ્યું હતું કે, તારે જે જોઈએ તે પૂછ. મને આ સાંભળીને ખૂબ જ નવાઈ લાગી, પણ થોડા સમય પછી મેં તેને તેની એક જૂની સાડી પર ઓટોગ્રાફ આપ્યો હતો.

જાણો શું કહે છે આશા ભોંસલે

લાગણીશીલ આશા ભોંસલેએ વધુમાં કહ્યું હતું કે, “હું આજે મારી સાથે આ સાડીને લઈને અહીં આવી છું, કારણ કે તે મારા જીવનની સૌથી કિંમતી ભેટ છે અને મને નથી લાગતું કે આનાથી વધુ કંઈ હોઈ શકે. મેં તેણીને સાડીના પલ્લુ પર હસ્તાક્ષર કરવા કહ્યું જેથી જ્યારે પણ હું તેને પહેરું ત્યારે તે બધાને દેખાય શકે.

આ પણ વાંચો – પીઢ અભિનેત્રી હેલન આ પ્રોજેક્ટ સાથે અભિનયમાં વાપસી કરી રહી છે, શૂટિંગ શરૂ થયું

g clip-path="url(#clip0_868_265)">