Aryan Khan માટે જેલમાં રહેવું થઈ રહ્યું છે ખૂબ જ મુશ્કેલ, કંઈક આવી રીતે કરી રહ્યો છે ગુજારો

|

Oct 12, 2021 | 11:47 PM

24 વર્ષીય આર્યન લંડનની સેવન ઓક્સ સ્કૂલમાંથી 12 પાસ થયો છે, તે પહેલા તે મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. મે 2021માં આર્યનની ગ્રેજ્યુએશન સેરીમનીનો ફોટો વાયરલ થયો હતો.

Aryan Khan માટે જેલમાં રહેવું થઈ રહ્યું છે ખૂબ જ મુશ્કેલ, કંઈક આવી રીતે કરી રહ્યો છે ગુજારો
Aryan khan

Follow us on

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan khan)ની તાજેતરમાં એનસીબી દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે.

 

વૈભવી જીવન જીવતા આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. તે 8 ઓક્ટોબરે અહીં પહોંચ્યો હતો. જેલમાં બંધ આર્યન માટે અહીં રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. એક સમાચાર અનુસાર આર્યન જેલમાં બરાબર જમતો નથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 4 દિવસથી તે કેન્ટીનમાંથી ખરીદેલા બિસ્કિટ (પારલે જી) પર જીવે છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આર્યનના દિવસો મુશ્કેલીઓથી ભરેલા 

આજ સમાચાર અનુસાર જેલના અધિકારીઓ અને સ્ટાફ સતત આર્યનને ખવડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તે ભૂખ ન લાગવાની વાત કરી રહ્યો છે. તે માત્ર બિસ્કિટ ખાઈ રહ્યો છે. તે જેલમાં નોર્મલને બદલે બોટલનું પાણી પી રહ્યો છે, જેમાંથી માત્ર 3 બોટલ પાણી જ બાકી છે. આ અહેવાલ મુજબ જેલમાં આવતા પહેલા તે પોતાની સાથે એક ડઝન બોટલ લઈને આવ્યો હતો.

 

સમાચાર અનુસાર જેલ મેન્યુઅલ મુજબ જેલમાં રહેનાર કોઈપણ કેદી પોતાની સાથે માત્ર 2,500 રૂપિયા લઈ શકે છે, જે તેના જેલના ખાતામાં જમા થાય છે, તેની સાથે કેદીને કુપન પણ આપવામાં આવે છે. જેલની કેન્ટીન વગેરેમાં કેદીઓ દ્વારા કુપનનો ઉપયોગ કરી શકાય છે.

 

આર્યન જેલમાં સર્વાઈવ કરી શકતો નથી, તેના માટે દરરોજની વસ્તુઓનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે. આવી સ્થિતિમાં જેલના અધિકારીઓ વગેરે પણ ખૂબ પરેશાન થઈ રહ્યા છે. આ સમાચાર અનુસાર આર્યન અને અરબાઝ એક જ જેલમાં બંધ છે. એ પણ ધ્યાનમાં આવ્યું છે કે આર્યને 4 દિવસથી સ્નાન કર્યું નથી.

 

એટલું જ નહીં, જેલમાં બંધ આર્યન કોઈની સાથે વધારે વાત પણ કરતો નથી. આવી સ્થિતિમાં જેલમાં રહેલા આર્યનના વકીલો પણ સ્ટાર કિડને વહેલી તકે બાહર લાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. જોકે તે હાલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે, તે જોવાનું રહેશે કે શું તે હજુ પણ જેલમાં રહે છે કે પછી તેને જામીન મળે છે.

 

 

આ પણ વાંચો :- શું સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી કાયમ માટે મુંબઈ છોડી રહી છે શહેનાઝ ગિલ? જાણો શું છે સત્ય

 

આ પણ વાંચો :- Drugs Case: શાહરૂખ ખાનના પુત્ર આર્યનને સતીશ માનશિંદે ન અપાવી શક્યા જામીન, હવે આ વકીલ લડશે કેસ

Published On - 9:55 pm, Tue, 12 October 21

Next Article