ભગવાન રામ બનવા માટે રીયલ લાઇફના રામ અરુણ ગોવિલે છોડવી પડી હતી પોતાના કૉલેજ કાળની આ કુટેવ
અરુણ ગોવિલ, આ નામથી કદાચ આજની આધુનિક પેઢી અજાણ હશે, પણ આ એક એવો ચહેરો છે કે એક સમયે ટેલીવિઝનના પડદે દેખાતા જ, તે પૂજાતો હતો. હા જી, અમે વાત કરી રહ્યા છીએ રામાનંદ સાગરની મેગા સીરિયલ રામાયણની. તે દોરમાં આટલા મોટા બજેટમાં એક મોટું પ્રોડક્શન હાઉસ આ સીરિયલ બનાવી રહ્યુ હતું. એવામાં સીરિયલનો લીડ […]

અરુણ ગોવિલ, આ નામથી કદાચ આજની આધુનિક પેઢી અજાણ હશે, પણ આ એક એવો ચહેરો છે કે એક સમયે ટેલીવિઝનના પડદે દેખાતા જ, તે પૂજાતો હતો.
હા જી, અમે વાત કરી રહ્યા છીએ રામાનંદ સાગરની મેગા સીરિયલ રામાયણની. તે દોરમાં આટલા મોટા બજેટમાં એક મોટું પ્રોડક્શન હાઉસ આ સીરિયલ બનાવી રહ્યુ હતું. એવામાં સીરિયલનો લીડ રોલ મેળવવો કોઈ આસાન કામ નહોતું.
રામાયણ સીરિયલમાં અરુણ ગોવિલે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી, પરંતુ આ ભૂમિકા ભજવવા માટે તેમણે કેવો ત્યાગ, બલિદાન, મહેનત કર્યા, તેનો તાજેતરમાં જ એક ઇંટરવ્યૂમાં તેમણે પોતે ખુલાસો કર્યો.
અરુણ ગોવિલે જણાવ્યું કે જ્યારે તેઓ રામના રોલ માટે ઑડિશનમાં ગયા, ત્યારે રામાનંદ સાગરે પહેલા જ ઑડિશનમાં તેમને રિજેક્ટ કરી દિધા હતાં, કારણ કે રામાનંદ સાગર ઇચ્છતા હતાં કે રામનું પાત્ર કરનાર માણસ સાચે જ કોઈ પણ કુટેવથી મુક્ત હોય.
એ સમયે અરુણ ગોવિલને સિગરેટ પીવાની કુટેવ હતી. રામાયણમાં રામનો રોલ મેળવવા માટે અરુણ ગોવિલે સિગરેટની ટેવ છોડી દિધી. સિગરેટ છોડતી વખતે કદાચ તેમણે વિચાર્યું હશે કે સીરિયલ પૂરી થઈ જશે, ત્યારે ફરીથી ચાલુ કરી દઇશ, પરંતુ સીરિયલ દરમિયાન રામનું પાત્ર તેમના અંતરમાં એવું ઉતર્યું કે તેમણે જીવન ભર માટે સિગરેટનો સાથ છોડી દિધો.
નોંધનીય છે કે અરુણ ગોવિલ હાલમાં મુંબઈમાં પ્રોડક્શન હાઉસ ચલાવે છે. આ પ્રોડક્શન હાઉસ ડીડી નેશનલ માટે સીરિયલ બનાવે છે. આ સાથે જ અરુણ સામાજિક કાર્યો સાથે પણ જોડાયેલા છે. થોડાક વખત પહેલા રામ મંદિર વિવાદ પર તેમનું નિવેદન આવ્યુ હતું. જોકે મોટાભાગે તેઓ રાજકારણમાં દખલગીરી કરતા જ નથી.
આ પણ વાંચો : ‘ગલી બૉય’ની આ ધમાલ જોઈને તમે પણ આવી જશો ધમાલ કરવાના મૂડમાં, થયું નવું ગીત રિલીઝ, તમે VIDEO જોઈ માણો મોજ
અરુણ ગોવિલના અંગત જીવનની વાત કરીએ, તો તેમનો જન્મ ઉત્તર પ્રદેશના રામનગરમાં થયો. તેમનું પ્રાથમિક શિક્ષણ ઉત્તર પ્રદેશમાં જ થઈ. તે જ કાળમાં તેઓ નાટકોમાં અભિનય કરતા હતાં. તેમના પિતા ઇચ્છતા હતાં કે અરુણ ગોવિલ સરકારી નોકરી કરે, પરંતુ અરુણ વિપરીત વિચારતા હતાં.
અરુણ ગોવિલ કંઇક એવું કરવા ઇચ્છતા હતાં કે જે યાદગાર બની જાય. તેથી અરુણ 1975માં મુંબઈ પહોંચી ગયા. ભાઈના કારોબારમાં સહાય કરી. તે સમયે અરુણ ગોવિલ માત્ર 17 વર્ષના હતાં. થોડાક દિવસો બાદ અરુણને અભિનયના નવા રસ્તાઓ મળવા શરુ થયાં. રામાયાણ ઉપરાંત અરુણ ગોવિલે ઇતની સી બાત, શ્રદ્ધાંજલિ, જિયો તો ઐસે જિયો, સાવન કો આને દો જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું.
[yop_poll id=735]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]