Valentines Day : મલાઈકા અરોરા સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરશે અર્જુન કપૂર, એકબીજાને આપશે આ સરપ્રાઈઝ

|

Feb 14, 2022 | 12:52 PM

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને હવે બંને ખુલ્લેઆમ તેમના સંબંધો વિશે વાત કરતા જોવા મળે છે.

Valentines Day : મલાઈકા અરોરા સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરશે અર્જુન કપૂર, એકબીજાને આપશે આ સરપ્રાઈઝ
Arjun Kapoor and Malaika Arora (File Photo)

Follow us on

Valentines Day :  અર્જુન કપૂર (Arjun Kapoor)  અને મલાઈકા અરોરા (Malaika Arora) બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલમાંથી એક છે. તેમના સંબંધોના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા હતા, બાદમાં અર્જુને પોતે જ સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરીને મલાઈકા સાથેના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. બંને હવે ખુલ્લેઆમ સાથે ડેટ અને વેકેશન પર પણ જતા જોવા મળે છે તેમજ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક ફોટો શેર કરે છે. હવે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા તાજેતરના ઈન્ટરવ્યુમાં અર્જુને મલાઈકા અને તેની સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન વિશે વાત કરી છે.

મલાઈકાએ મને શીખવ્યું છે : અર્જુન કપૂર

જ્યારે અર્જુનને મલાઈકા વિશે કંઈક કહેવાનું કહેવામાં આવ્યું તો તેણે કહ્યુ કે, ‘મલાઈકાને એક લાઈનમાં કેવી રીતે કહેવું, તે ઘણું મુશ્કેલ છે. મને લાગે છે કે એક લીટી પૂર્ણ થશે નહીં. એક વ્યક્તિ તરીકે મલાઈકાએ મને ઘણો બદલ્યો છે. મલાઈકાએ મને શીખવ્યું છે કે નબળા સમયમાં પણ મારી જાતને કેવી રીતે મજબૂત બનાવી શકાય. તે હંમેશા મને એવો અહેસાસ કરાવે છે કે હું કંઈ પણ કરી શકું છું. જો હું મલાઈકા સાથેના મારા સંબંધોને વ્યાખ્યાયિત કરું તો અમે મિત્રો જેવા છીએ. અમે કોઈપણ વસ્તુ વિશે વાત કરીએ છીએ અને તે જ સમયે એકબીજાની વસ્તુઓ સમજીએ છીએ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે દરેક સંબંધ ત્યારે જ કામ કરે છે જ્યારે બંને પાર્ટનર વચ્ચે મિત્રતા હોય.

અર્જુને વેલેન્ટાઈન ડે પર કહ્યું

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

શું બંને વેલેન્ટાઈન ડેમાં માને છે અને આ વેલેન્ટાઈન ડે પર તમે તેમને શું ખાસ સંદેશ આપવા માંગો છો ? આ સવાલ પર અર્જુને કહ્યુ કે, હા હું વેલેન્ટાઈન ડેમાં વિશ્વાસ કરું છું. અમે હંમેશા પ્રયાસ કરીએ છીએ કે અમે આ ખાસ દિવસ એકબીજા સાથે વિતાવીએ અને આ દિવસને વધુ ખાસ બનાવીએ. અમારા સંબંધમાં, અમે નાનામાં નાના દિવસોની ઉજવણી કરીએ છીએ. વેલેન્ટાઈન ડે અમારા માટે ખાસ છે કારણ કે અમે એકબીજાને કંઈક અલગ અને ખાસ સરપ્રાઈઝ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. મને મલાઈકાને સરપ્રાઈઝ કરવાનું પસંદ છે અને આ વખતે પણ કેટલાક સરપ્રાઈઝ હશે.

આ પણ વાંચો : Valentine’s Day : કૈટરીના અને વિક્કી મુંબઈમાં વેલેન્ટાઈન ડે ઉજવશે, રોહનપ્રીત નેહા કક્કરને આપશે સરપ્રાઈઝ

Next Article