Arijit Singh Birthday: એક સમયે રિયાલિટી શોમાંથી બહાર થયા હતા અરિજીત, પછી આ ગીત સાથે ચમક્યો નસીબનો સિતારો

|

Apr 25, 2021 | 11:35 AM

અરિજીત સિંઘ બોલિવૂડ દુનિયાના એક એવા ગાયકો છે, જેમણે પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા.

Arijit Singh Birthday: એક સમયે રિયાલિટી શોમાંથી બહાર થયા હતા અરિજીત, પછી આ ગીત સાથે ચમક્યો નસીબનો સિતારો
Arijit Singh

Follow us on

Arijit Singh Birthday: અરિજીત સિંઘ બોલિવૂડ દુનિયાના એક એવા ગાયકો છે, જેમણે પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા. આજે ભલે અરિજીત પોતાના અવાજથી લોકોના દિલ પર રાજ કરે, પણ એક સમય એવો હતો જ્યારે તેમને ફિલ્મોમાં ગાવા માટે બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો.

અરિજીત સિંહે 25 એપ્રિલે તેમનો જન્મદિવસ ઉજવે છે. અરિજીત માટે એવું કહેવામાં આવે છે કે તેમના અવાજમાં દર્દ અને પ્રેમ બંને છે, જે સાંભળનારને મોહિત કરે છે. તો ચાલો તમને તેમના જન્મદિવસ પ્રસંગે તેમની કારકિર્દીથી સંબંધિત ખાસ વાતો જણાવીએ.

અરિજીતને સંગીત વારસામાં મળ્યું છે. તેમની માતા ગાયક હતી અને મામા તબલાવાદક હતા. ત્યાજ, તેમની દાદીને ભારતીય સાંસ્કૃતિક સંગીતમાં રસ હતો. આ પછી, અરિજીતે નક્કી કર્યું હતું કે તે પણ સંગીતમાં પોતાની કારકીર્દિ બનાવશે. જોકે, ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું સ્થાન બનાવવું તેમના માટે સહેલું નહોતું. તમને જણાવી દઈએ કે પ્રારંભિક તબક્કે તેમનું ફિલ્મ ‘સાવરિયા’ માટે ગાયેલુ તેમનું ગીત છેલ્લી ઘડિએ ફિલ્મ પરથી નિકાળી દેવામાં આવ્યું હતું અને ટિપ્સ દ્વારા રેકોર્ડ કરાયેલ તેમનો પહેલો આલ્બમ ક્યારેય રિલીઝ થયો ન હતો. જો કે તેમને પ્રથમ રિજેક્શન મળ્યું હતું સિંગિંગ રિયાલિટી શો ફેમ ગુરુકુલથી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અરિજીતે તેમના ગુરુ રાજેન્દ્ર પ્રસાદ હજારીના કહેવા પર મ્યુઝિક રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ’માં ભાગ લીધો હતો. આ શોમાં તેમનો અવાજને પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તે આ શો જીતવામાં નિષ્ફળ થયા હતા. અરિજીત ફક્ત ટોપ 5 પર પહોંચી શક્યા અને પછી તેમને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. જોકે શંકર મહાદેવન તેમની ગાયકીથી પ્રભાવિત થયા હતા, તેવામાં તેમને ફિલ્મ હાઇ સ્કૂલ મ્યુઝિકલ 2 ના આલ્બમ માટે એક ગીત ઓફર કરવામાં આવ્યું હતું.

 

 

 

આ પછી, અરિજીતે ઘણા ગીતો ગાયા અને કોન્ટ્રાક્ટ પણ મળવા લાગ્યા. તેમણે પ્રીતમ અને વિશાલ શેખર સાથે મળી ને મ્યુઝિક પ્રોગ્રામર તરીકે પણ કામ કર્યું હતું. અરિજીત ફિલ્મોમાં પોતાને પગ જમાવામાં લાગ્યા હતા ત્યારે ફિલ્મ ‘આશિકી 2’ માં તેમને ગાવાનો મોકો મળ્યો. આ ફિલ્મના ગીત ‘તુમ હી હો’ થી તેઓ રાતોરાત મોટા સ્ટાર બની ગયા. આ પછી, બોલિવૂડના દરવાજા અરિજીત માટે ખુલી ગયા.

‘તુમ હી હો’ પછી, અરિજીતે હિટ ગીતોની એક લાઇન લગાવી દિધી. તેમના ગાયેલા ગીત ‘ફિર ભી તુમકો ચાહૂંગા’, ‘પછતાઓગે’, ‘પલ’, ‘ખૈરિયત’, ‘સોચ ના સકે’, ‘ઇલાહી’, ‘હમારી અધૂરી કહાની’ એ શ્રોતાઓનું દિલ જીત્યું. જો કે, હવે અરિજીત ગાયક નથી રહ્યા પણ સંગીતકાર બની ગયા છે. ફિલ્મ ‘પગલૈટ’ માં સંગીતકાર તરીકેની શરૂઆત કરી અને તેમના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. ઓટીટી પર રિલીઝ થયેલી આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો, જ્યારે અરિજિતની શરૂઆત પણ સફળ રહી હતી.

 

આ પણ વાંચો :- Nawazuddin Siddiqui એ વેકેશન પર જતા સેલેબ્સની લીધી કલાસ, કહ્યું- અહીં લોકો પાસે ખોરાક નથી અને તમે પૈસા ઉડાવી રહ્યા છો, શર્મ કરો

આ પણ વાંચો :- દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે આ સ્ટાર્સની સંપત્તિ, આ યાદીમાં Amitabh Bachchan થી લઈ Shahrukh Khan છે શામિલ

 

Next Article