દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે આ સ્ટાર્સની સંપત્તિ, આ યાદીમાં Amitabh Bachchan થી લઈ Shahrukh Khan છે શામિલ

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ પણ છે જે ખૂબ જ વૈભવી જીવનશૈલી જીવવા માટે જાણીતા છે. તે બધાની ગણતરી ઉદ્યોગના સૌથી મોંધા કલાકારોમાં થાય છે, જેના કારણે તેઓ તેમના કામ માટે એક મોટી ફી પણ લે છે. શું તમે જાણો છો કે કયા સ્ટાર્સની સંપત્તિ ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે? જો નહીં, તો ચાલો તમને તે સ્ટાર્સ વિશે જણાવીએ.

  • tv9 webdesk40
  • Published On - 18:49 PM, 24 Apr 2021
1/6
અક્ષય કુમારે બોલીવુડમાં પોતાની જાતે ઘણી હિટ ફિલ્મો આપી છે અને આજે તે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોંઘી ફી લેનારા સ્ટાર્સની યાદીમાં આવે છે. મુંબઈ અને ગોવા સિવાય કેનેડામાં પણ અક્ષયની સંપત્તિ છે. અક્ષયનું કેનેડામાં હોલિડે હોમ છે, જે ખૂબ જ સુંદર અને વૈભવી છે. આ સિવાય અક્ષયે ટોરંટોમાં એક આખી ટેકરી ખરીદી છે. તેના પર અપાર્ટમેન્ટ અને એક બંગલો બનાવવામાં આવ્યો છે.
2/6
શાહરૂખ ખાન પાસે મુંબઈ સિવાય લંડનમાં એક ભવ્ય બંગલો છે. આ સિવાય કિંગ ખાનનું દુબઇમાં પણ ખૂબ સુંદર ઘર છે, જેની કિમત અંદાજે 17 કરોડ રૂપિયા છે.
3/6
તે જાણીતું છે કે સદીના મહાન નાયક અમિતાભ બચ્ચનનાં મુંબઈમાં ઘણા વૈભવી ઘરો છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ સિવાય તેઓનું પેરિસમાં એક વૈભવી ઘર પણ છે. આ ઘર તેમણે તેમની પત્ની જયા બચ્ચનને ગિફ્ટ કર્યું હતું.
4/6
રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી કુંદ્રા પાસે લંડન, ઇંગ્લેંડ અને કેનેડામાં ચાર-ચાર બંગલા ધરાવે છે. તે જ સમયે, ઇંગ્લેન્ડના વાયબ્રીજ વિસ્તારમાં તેનો બંગલો એકદમ વૈભવી હોવાનું માનવામાં આવે છે અને તેની કિંમત અંદાજે 170 કરોડ જેટલી અંદાજવામાં આવી છે. આટલું જ નહીં, રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટીને દુબઈના બુર્જ ખલીફામાં એક ઘર પણ ગિફ્ટ કર્યું હતું. જોકે, આ જગ્યા ઓછી હોવાના કારણે શિલ્પાએ તેને વેચી નાખ્યું હતું.
5/6
આમ તો, આ દંપતી પાસે મુંબઇમાં આલીશાન ઘર અને હરિયાણામાં પટૌડી પેલેસ છે. પરંતુ જો આપણે તેમની વિદેશી સંપત્તિની વાત કરીએ, તો સૈફ અને કરીના પાસે સ્વિટ્ઝર્લૅન્ડનાં સ્તાદ વિસ્તારમાં એક લક્ઝુરિયસ ઘર ધરાવે છે.
6/6
બોલીવુડમાં પોતાની જોરદાર અભિનયથી બધાને આશ્ચર્ય આપનાર જોન અબ્રાહમની અમેરિકાની લોસ એન્જલસમાં એક સંપત્તિ છે. તેમનો આ બંગલો ખૂબ જ વૈભવી છે અને લોસ એન્જલસના પોશ વિસ્તારમાં છે.