Anupam Kher Net Worth: કરોડોની સંપત્તિના માલિક છે અનુપમ ખેર, જાણો અભિનેતાની નેટવર્થ વિશે

|

Mar 07, 2022 | 11:44 AM

અનુપમ ખેરે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. અનુપમ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંના એક છે. અત્યાર સુધીમાં અનુપમે 500 ફિલ્મોમાં કામ કર્યું છે.

Anupam Kher Net Worth: કરોડોની સંપત્તિના માલિક છે અનુપમ ખેર, જાણો અભિનેતાની નેટવર્થ વિશે
Anupam Kher Net Worth

Follow us on

Anupam Kher Net Worth: બોલિવૂડના (Bollywood Industry) દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે (Anupam Kher) પોતાના કરિયરમાં ઘણી શાનદાર અને હિટ ફિલ્મો આપી છે. અનુપમ ખેરે તેમની કારકિર્દીની શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જો કે તેમની મહેનતનું પરિણામ છે કે આજે દરેક વ્યક્તિ અભિનેતાના કામની પ્રશંસા કરી રહ્યા છે. અનુપમે ઉંમરની સાથે પોતાના કામમાં પણ વધુ પરફેક્શન લાવ્યા છે. ફિલ્મોમાં (Bollywood Film) પોતાના અભિનયથી મશહુર થયેલા અનુપમ ખેરે અત્યાર સુધી ઘણી કમાણી કરી છે. અહેવાલો અનુસાર તે કરોડોની સંપત્તિના માલિક છે.

caknowledge ના રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ 400 કરોડ છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ તેમનો માસિક પગાર 3 કરોડથી વધુ છે અને તેમની વાર્ષિક આવક 30 કરોડથી વધુ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનુપમની નેટવર્થમાં 30 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે અભિનય સિવાય તે નિર્માતા, નિર્દેશક અને અન્ય ઘણા બિઝનેસ દ્વારા કમાણી કરે છે. અભિનેતા અવાર નવાર ચેરિટી કરતા પણ જોવા મળે છે.

ઘર

caknowledgeના અહેવાલ મુજબ અનુપમના મુંબઈમાં 2 બંગલા છે. એક અંધેરી અને એક જુહુમાં જેની કિંમત 5 કરોડથી વધુ છે.આ ઉપરાંત તેમણે ઘણા રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

કાર કલેક્શન

અનુપમ ખેરના વાહનોની વાત કરીએ તો તેમની પાસે BMW, સ્કોર્પિયો જેવા અનેક વાહનો છે.

આ ફિલ્મથી કર્યુ હતુ ડેબ્યુ

અનુપમ ખેરે વર્ષ 1982માં ફિલ્મ ‘આગમન’ દ્વારા હિન્દી સિનેમામાં ડેબ્યુ કર્યુ હતુ. આ પછી તેણે સારાંશ ફિલ્મમાં પોતાની ભુમિકા ભજવી. આ ફિલ્મમાં અનુપમે નાની ઉંમરે પણ એક વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. અનુપમે શરૂઆતમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં અનુપમે 500 ફિલ્મોમાં કામ કર્યું છે.

હિન્દી ફિલ્મો સિવાય અનુપમે ઘણી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નિર્માતા સિવાય અનુપમ એક નિર્દેશક પણ છે. નિર્માતા તરીકે તેણે બરીવાલી, મૈંને ગાંધી કો નહીં મારા, તેરે સંગ અને રાંચી ડાયરીઝ જેવી ફિલ્મો આપી છે. આ સિવાય તેણે ‘ઓમ જય જગદીશ’ નામની ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું.

 

આ પણ વાંચો  :ટાઈગર શ્રોફ અને તેની બહેન કૃષ્ણા સાથે ડિનર ડેટ પર ગઈ અભિનેત્રી દિશા પટ્ટણી, જુઓ PHOTOS

આ પણ વાંચો  : Top 5 News: ટ્વિંકલ ખન્નાએ ધાર્મિક ગુરુઓને બુરખા અંગે આપી સલાહ, રણબીર-આલિયા ક્યારે કરશે લગ્ન? વાંચો મનોરંજન જગતના સમાચાર

Next Article