ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા Annu Kapoor, થઈ લાખો રૂપિયાની છેતરપિંડી

|

Oct 01, 2022 | 11:02 PM

હાલમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અન્નુ કપૂર (Annu Kapoor online fraud ) આવા જ ફ્રોડના શિકાર બન્યા છે. તેમણે બોલિવૂડની ફિલ્મોથી લઈને ટીવીની દુનિયા સુધી પોતાના અભિનયથી ઓળખ બનાવી છે.

ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા Annu Kapoor, થઈ લાખો રૂપિયાની છેતરપિંડી
Annu Kapoor became a victim of online fraud
Image Credit source: Instagram

Follow us on

Viral News : ટેકનોલોજી એ ભલે આપણા જીવનને સુવિધાયુકત અને સરળ બનાવ્યુ હોય. પણ આ ટેકનોલોજીના યુગમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો મોટું નુકશાન થઈ શકે છે. તમે કે તમારી આસપાસના લોકો એ ક્યારેક  ઓનલાઈન ફ્રોડનો શિકાર બનવાનો અનુભવ કર્યો જ હશે. આ ઓનલાઈન ફ્રોડનો શિકાર બનતા હોય છે. હાલમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અન્નુ કપૂર (Annu Kapoor online fraud ) આવા જ ફ્રોડના શિકાર બન્યા છે. તેમણે બોલિવૂડની ફિલ્મોથી લઈને ટીવીની દુનિયા સુધી પોતાના અભિનયથી ઓળખ બનાવી છે. તેઓ પોતાની દમદાર  અદાકારી માટે જાણીતા છે. તેમને લાખોનો ચૂનો લાગ્યો છે. તેમણે પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ  નોંધાવી છે.

અભિનેતા અન્નુ કપૂર ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે. તેમના બેન્ક ખાતામાંથી લગભગ 4 લાખ 36 હજાર ઠગ દ્વારા નિકાળી લેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, એક ઠગ એ પ્રાઈવેટ બેન્કના અધિકારી બનીને અન્નુ કપૂરને કોલ કર્યો હતો. ત્યારબાદ કેવાઈસીની ડીટેલ્સ લેવાના બહાને તેમના ખાતામાંથી લાખો રુપિયા ઉપાડી લીધા. અન્નુ કપૂરની મોટી ભૂલ એ હતી કે તેમણે તે ઠગ સાથે પોતાના ખાતાનો OTP શેયર કર્યો હતો. જેવા કારણે તે ઠગ આ કામ કરવામાં સફળ રહ્યો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેયર કરી આપી જાણકારી

 

આ વાતની ખબર પડતા જ અભિનેતા એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમય બરબાદ કર્યા વગર આ મામલે કાર્યવાહી શરુ કરી હતી. તેમણે લગભગ 3 લાખ 8 હજાર રુપિયા પાછા પણ મેળવી લીધા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઠગે અન્નુ કપૂરના પૈસા 2 અલગ અલગ એકાઉન્ટમાં મોકલી દીધા હતા. અભિનેતા એ તરત બેન્કમાં ફોન કરીને આ ફ્રોડ અંગે માહિતી આપી દીધી હતી.

પોલીસ અધિકારીઓ દ્વારા આ બંને  એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને અન્નુ કપૂરને તેમના 3.08 લાખ રુપિયા પાછા આપ્યા છે. કાયદા અનુસાર આ મામલે ઓનલાઈન ફ્રોડનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસને આશા છે કે તેઓ ઠગને પકડી લેશે અને અન્નુ કપૂરના બાકીના પૈસા પણ પાછા અપાવશે.

Next Article