શું અનન્યા પાંડેએ સિદ્ધાંત ચતુર્વેદી સાથે રિલેશનશિપમાં છે ? અભિનેત્રીએ આપી આ પ્રતિક્રિયા

|

Mar 21, 2022 | 7:46 AM

અનન્યા અને સિદ્ધાંત ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તરની ફિલ્મ 'ખો ગયે હમ કહાં'માં સાથે કામ કરશે. આ ફિલ્મમાં અનન્યા અને સિદ્ધાંત ઉપરાંત ફિલ્મ વ્હાઇટ ટાઇગર ફેમ આદર્શ ગૌરવ પણ જોવા મળશે.

શું અનન્યા પાંડેએ સિદ્ધાંત ચતુર્વેદી સાથે રિલેશનશિપમાં છે ? અભિનેત્રીએ આપી આ પ્રતિક્રિયા
ananya panday talk about her relationship with siddhant chaturvedi

Follow us on

અનન્યા પાંડે (Ananya Panday) અને સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) થોડા દિવસો પહેલા ફિલ્મ ‘ગહેરાઈયા’માં જોવા મળ્યા હતા. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી છે.ઓનસ્ક્રીન ઉપરાંત ઓફસ્ક્રીન પણ બંનેની સારી બોન્ડિંગ છે. હવે અનન્યાએ સિદ્ધાંત સાથેના સંબંધો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે તેણે સિદ્ધાંત સાથે આગળ કામ કરવાની વાત પણ કરી છે.

 સિદ્ધાંત સાથે સેટ પર ફરી કામ કરવા આતુર

E-Times સાથે વાત કરતા અનન્યાએ કહ્યું,સિદ્ધાંત સાથે કામ કરવું ખૂબ જ મજેદાર છે અને અમે સારા મિત્રો પણ છીએ. હું અમને બંનેને ટોમ અને જેરી કહું છું કારણ કે અમે ખૂબ લડીએ છીએ. પણ પછી અમે એકબીજાને ખૂબ પ્રેમ પણ કરીએ છીએ.અનન્યાએ વધુમાં કહ્યું કે, સિદ્ધાંત એક સારો એક્ટર છે અને મને તેની પાસેથી ઘણી વસ્તુઓ શીખવા મળે છે. મને લાગે છે કે અમે જે સારા મિત્રો છીએ તેના કારણે પડદા પર અમારી કેમિસ્ટ્રી પણ સારી લાગે છે. હું તેની સાથે બીજી ફિલ્મ કરવા જઈ રહી છું અને તેની સાથે સેટ પર ફરી કામ કરવા આતુર છું.

1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા

તમને જણાવી દઈએ કે, અનન્યા અને સિદ્ધાંત ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તરની (Zoya Akhtar) ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં સાથે કામ કરશે. આ ફિલ્મમાં અનન્યા, સિદ્ધાંત ઉપરાંત ફિલ્મ વ્હાઇટ ટાઇગર ફેમ આદર્શ ગૌરવ પણ જોવા મળશે.

આઉટફિટને લઈને ટ્રોલ થઈ હતી અનન્યા

હાલમાં જ અનન્યા અપૂર્વ મહેતાની બર્થડે પાર્ટીમાં પહોંચી હતી અને આ દરમિયાન તેણે બેક થાઈ-હાઈ સ્લિટ શીયર ડ્રેસ પહેર્યો હતો. અનન્યા આમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. જોકે,તે આ ડ્રેસને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી.

અનન્યા ટ્રોલ થવા પર પિતા ચંકી પાંડેએ કહ્યું કે, અમે ક્યારેય અમારા બાળકોને કહ્યું નથી કે શું પહેરવું અને કેવી રીતે જીવવું. તેઓ બુદ્ધિશાળી છે. અનન્યા પણ જાણે છે કે ક્યારે અને ક્યાં શું પહેરવું.તે ફિલ્મી દુનિયાનો એક ભાગ છે, તો દેખીતી રીતે તેણે ગ્લેમરસ પણ દેખાવું જોઈએ.

આ પણ વાંચો : The Kashmir Files:’ હવે આ એક ફિલ્મ નથી, પણ Emotion છે’,ફિલ્મને લઈને થઈ રહેલા રાજકારણ અંગે અનુપમ ખેરે વ્યક્ત કરી નારાજગી

Next Article