Breaking News: જાણો અમિતાભ બચ્ચને શેની કરાવી સર્જરી, ક્યારે મળશે હોસ્પિટલથી રજા

|

Feb 28, 2021 | 7:52 PM

તાજેતરમાં અમિતાભ બચ્ચને તેમણે ફેન્સ સાથે તેમની તબિયતને લઈને સમાચાર શેર કર્યા હતા. જેમાં સર્જરીની વાત હતી. સમગ્ર ઘટનાનો ખુલાસો આવી ગયો છે. અમિતાભ બચ્ચને આંખની સર્જરી કરાવી છે.

Breaking News: જાણો અમિતાભ બચ્ચને શેની કરાવી સર્જરી, ક્યારે મળશે હોસ્પિટલથી રજા
અમિતાભ બચ્ચન

Follow us on

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કરોડો દિલો પર આજે પણ રાજ કરે છે. અમિતાભ હંમેશાં સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે અનેક ભાવનાઓ શેર કરતાં રહે છે. પરંતુ તાજેતરમાં બિગ બીના ચાહકોને આંચકો લાગે એવા સમાચાર આવ્યા હતા. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની તબિયત ફરી એકવાર કથળી હતી. આ બાબતે હવે ખુલાસો થયો છે.

હાલમાં જ બિગ બીએ ખુદ ચાહકોને તેની બગડતી તબિયત વિશે માહિતગાર કર્યા છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને એક બ્લોગ દ્વારા તેમના ચાહકોને માહિતી આપી હતી કે તેમની સર્જરી કરવામાં આવી રહી છે. આ સમાચાર સાંભળીને ચાહકો ખૂબ નિરાસ થયા છે.

અહેવાલ મુજબ અભિનેતાની આંખની સર્જરી કરવામાં આવી છે. શનિવારે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને સંકેત આપ્યા હતા કે તેમની સર્જરી કરવામાં આવી રહી છે. હવે આ સમાચારને લઈને ચાહકોને ચિંતા કરવાની કંઈ જરૂર નથી. અમિતાભ બચ્ચનની સર્જરી કરવામાં આવી છે અને તે આવતીકાલે ઘરે પરત ફરશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અહેવાલ મુજબ એક નજીકના મિત્રને ખુલાસો કરતા કહ્યું હતું કે બિગ બીની આંખમાં મોતિયો હતો, જેની સર્જરી કરાઈ છે. તે કોઈ પણ સમયે બહાર આવી શકે છે. આનો અર્થ છે કે હવે અમિતાભની તબિયતને લઈને જોખમ ઓછું થયું છે. આ સમાચાર બહાર આવ્યા બાદ હવે અમિતાભના ચાહકોને રાહત મળશે.

અમિતાભે ચાહકોને સમાચાર આપ્યા

તમને જણાવી દઇએ કે શનિવારે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું હતું કે મેડિકલ કંડિશન, સર્જરી, હું લખી શકતો નથી, એબી. તેમના આ લખાણથી બધાને ચિંતા થઈ ગઈ હતી. ત્યારબાદ, ચાહકો તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે ચાહકોના મનમાં સવાલ એ હતો કે સુપરહીરોની સર્જરી થઈ છે કે થવાની છે અને એક્ટર કઈ સર્જરીની વાત કરી રહ્યા છે.

Next Article