Amitabh Bachchan: સાડા સાત દાયકા વટાવી ચુકેલા આ અભિનેતાએ હજુ નથી લીધી કોરોના વેક્સિન, જાણો કારણ

|

Mar 22, 2021 | 2:16 PM

Amitabh Bachchan: હાલમાં કોરોના વેક્સિનેશન (Corona Vaccine)નો બીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં 60 થી વધુ વર્ષના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આવામાં બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 78 વર્ષનાં છે. તેમ છતાં તેઓએ હજી સુધી કોવિડની વેક્સિન લીધી નથી.

Amitabh Bachchan: સાડા સાત દાયકા વટાવી ચુકેલા આ અભિનેતાએ હજુ નથી લીધી કોરોના વેક્સિન, જાણો કારણ
અમિતાભ બચ્ચન

Follow us on

Amitabh Bachchan: હાલમાં કોરોના વેક્સિનેશન (Corona Vaccine)નો બીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં 60 થી વધુ વર્ષના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આવામાં બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 78 વર્ષનાં છે. તેમ છતાં તેઓએ હજી સુધી કોવિડની વેક્સિન લીધી નથી.

અમિતાભે કેમ નથી લીધી કોવિડ વેક્સિન?

ખરેખર અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પોતાના બ્લોગમાં લખ્યું છે કે, ‘વાયરસના બીજો પ્રકાર (સ્ટ્રેન)નો ડર સતાવી રહ્યો છે. વેક્સિનેશન ફરજિયાત થઈ ગયું છે અને ટૂંક સમયમાં મારે પણ લાઈનમાં જોડાવું પડશે. જલ્દીથી આંખો સારી થઇ જાય ત્યાં સુધી આ દુનિયા વિચિત્ર લાગી રહી છે.’

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ મેસેજ સાથે જ અમિતાભે સ્પષ્ટ કરી દીધું છે કે તેમની આંખની સમસ્યાના કારણે તેઓએ હજુ વેક્સિન લીધી નથી. જોકે આંખ સારી થઇ ગયા બાદ તરત તેઓ વેક્સિન લે એવી સંભાવના જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે અમિતાભની આંખનું મોતિયાનું ઓપરેશન તાજેતરમાં જ થયું હતું.

ઘણા સ્ટાર્સએ લીધી વેક્સિન

ચાલો તમને જણાવી દઈએ કે ઘણા સ્ટાર્સ અત્યાર સુધી કોવિડ વેક્સિન લઇ ચૂક્યા છે. મનોરંજન જગતની આ યાદીમાં શર્મિલા ટાગોર, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, સતિષ શાહ, પરેશ રાવલ, રાકેશ રોશન અને જોની લિવર જેવા નામ શામેલ છે. સાઉથ સિનેમાની વાત કરીએ તો કમલ હસન, નાગાર્જુન, મોહન લાલને પણ રસી અપાઇ છે.

અમિતાભ FIAF એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય

આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ ફિલ્મ આર્કાઇવ્સ (FIAF) દ્વારા બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને 2021 એફઆઈએએફ એવોર્ડ (FIAF Award 2021)થી સન્માનિત કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચન એફઆઈએએફ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા છે. અમિતાભ બચ્ચને ટ્વીટ પર આ વિશેની માહિતી શેર કરી હતી.

અમિતાભના પ્રોજેક્ટ્સ

નોંધપાત્ર વાત એ છે કે અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં ઇમરાન હાશ્મી સાથે ફિલ્મી ચહેરેમાં જોવા મળશે. આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ચહેરે સિવાય અમિતાભ બ્રહ્માસ્ત્રમાં પણ કામ કરી રહ્યા છે, જેમાં તે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સાથે જોવા મળશે.

Next Article