Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પર અમિતાભ બચ્ચનની પોસ્ટ 24 કલાક પછી આવી, નેટીઝન્સ ગુસ્સે થયા

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના 24 કલાક પછી, અમિતાભ બચ્ચનની પ્રતિક્રિયા સામે આવી છે, જેને જોઈને નેટીઝન્સ ગુસ્સે થયા છે. આ દુર્ઘટનામાં 241 લોકોના મોતની એર ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે.

Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પર અમિતાભ બચ્ચનની પોસ્ટ 24 કલાક પછી આવી, નેટીઝન્સ ગુસ્સે થયા
| Updated on: Jun 13, 2025 | 4:09 PM

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યા છે. 12 જૂન ગુરુવારના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 ટેકઓફ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. પ્લેન ક્રેશ થતા 241 લોકોના મોત થયા છે.

બોલિવુડ સેલિબ્રિટીની પ્રતિક્રિયા

આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.આ ગંભીર અકસ્માત પર બોલિવુડ સેલિબ્રિટીઓની પણ પ્રતિક્રિયાઓ સામે આવી હતી. ત્રણેય ખાન બાદ બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનનું પણ રિએક્શન સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે,અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતા 241 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં 241 લોકોના મોતની એર ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે. 230 મુસાફરો સાથે 2 પાયલોટ અને 10 ક્રૂ પ્લેનમાં સવાર હતા. એક માત્ર દીવના મુસાફરનો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બચાવ થયો છે.

 

 

24 કલાક બાદ અમિતાબ બચ્ચનનું રિએક્શન આવ્યું

અમિતાભ બચ્ચનનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પર રિએક્શન 24 કલાક બાદ આવતા લોકો ગુસ્સે થયા છે.આ વિમાન દુર્ઘટનામાં મુસાફરોના મોત થયા હોવાનો અંદાજ છે. જેમાંથી એક વ્યક્તિનો બચાવ થયો છે. ટેકઓફ કર્યા પછી, વિમાન લગભગ 600 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું અને પછી અચાનક નીચે પડવા લાગ્યું. થોડીવારમાં, વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ. વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અથડાયું, જેમાં ત્યાં હાજર લોકોને ઈજા થઈ. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા.

અમિતાભ બચ્ચન પર લોકો ગુસ્સે થયા

અમિતાભ બચ્ચન પર લોકો એટલા માટે ગુસ્સે થયા કારણ કે, તેઓ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ત્યારે આવી મોટી ઘટનામાં જો તે 24 કલાક બાદ રિએક્શન આપે તો લોકો ગુસ્સે થવાના સામાન્ય છે. લોકો કહી રહ્યા છે કે, આટલું મોડું રિએક્શન આપવાનું કારણ શું છે. જ્યારે લોકો રડી રડીને અડધા થયા, કોઈએ માતા, ભાઈ, દીકરો ગુમાવ્યો છે. તો કેટલાક લોકોએ આખો પરિવાર ગુમાવ્યો છે.તેઓ રાત્રે પણ ઊંઘી શક્યા નથી. તો કેટલાક લોકો કહે છે કે, સર તમે બેહોશ થયા ગયા હતા. કદાચ અત્યારે હોશ આવ્યો હશે.

ઓપરેશન સિંદુર વખતે પણ અમિતાભ બચ્ચને 19 દિવસ બાદ પોસ્ટ કરી હતી

તમને જણાવી દઈએ કે, ભારતે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો પાકિસ્તાનમાં ઘૂસીને લીધો હતો. જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવાર, 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ઓપરેશન સિંદુર વખતે 19 દિવસ સુધી મૌન રહ્યા બાદ અમિતાભ બચ્ચને મૌન તોડ્યું હતુ. તે સમયે પણ લોકો બિગ બી પર ગુસ્સે થયા હતા.અમિતાભ બચ્ચને 19 દિવસ પછી X પર એક લાંબી પોસ્ટ લખી. જ્યાં તેણે ‘ઓપરેશન સિંદૂર’ પર તેના પિતાના જીવન પર એક કવિતા લખી હતી. “શપથ લો, શપથ લો, શપથ લો. અગ્નિપથ! અગ્નિપથ! અગ્નિપથ”એવું ટ્વિટ કર્યું હતુ. હવે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પણ 24 કલાક બાદ પોસ્ટ કરી કહ્યું હે ભગવાન! હે ભગવાન! હે ભગવાન!

અભિનેતાના પિતાએ કર્યા હતા 2 લગ્ન, અમિતાભ બચ્ચનનો ભાઈ લાઈમ લાઈટથી રહે છે દુર આવો છે અમિતાભ બચ્ચનનો પરિવાર અહી ક્લિક કરો

 

Published On - 3:52 pm, Fri, 13 June 25