ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનો હતો અભિષેક, ત્યારે પિતા અમિતાભે એવું તો શું કહ્યું કે વિચાર બદલાઈ ગયો

|

Apr 12, 2021 | 4:06 PM

અભિષેક બચ્ચને એક વાતચીતમાં ખુલાશો કર્યો છે કે એક સમયે તેણે નિરાશ થઈને બોલીવુડ છોડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે પિતાએ તેને સલાહ આપી હતી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનો હતો અભિષેક, ત્યારે પિતા અમિતાભે એવું તો શું કહ્યું કે વિચાર બદલાઈ ગયો
અભિષેક-અમિતાભ (File Image)

Follow us on

બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) એ તેની કારકિર્દીમાં કેટલીક યાદગાર ભૂમિકાઓ નિભાવી છે. પરંતુ આ બાદ પણ તેમને ઘણી વાર ટ્રોલ નિશાન બનાવે છે. ઘણી વખત તેને નિષ્ફળતાઓનો પણ સામનો કરવો પડ્યો છે. કારણ કે તે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો (Amitabh Bachchan) પુત્ર છે, આવી સ્થિતિમાં ચાહકો હંમેશા તેમની પાસેથી વધુ અપેક્ષા રાખતા હોય છે. અભિષેક બચ્ચનના કહેવા પ્રમાણે, એક સમયે તે એટલો પરેશાન થઈ ગયો કે તેણે બોલીવુડ છોડવાનું નક્કી કરી લીધું હતું. ત્યારે તેના પિતા અમિતાભ બચ્ચને તેને આવું ના કરવા માટે સલાહ આપી હતી.

એક મુલાકાતમાં અભિષેક બચ્ચને આ વિશે ખુલાસો કરતાં કહ્યું હતું કે, ‘એક સમયે મને લાગવા માંડ્યું કે આ ઇન્ડસ્ટ્રી મારા માટે નથી. સાર્વજનિક પ્લેટફોર્મ પર નિષ્ફળ થવું ખૂબ મુશ્કેલ છે. તે સમયે કોઈ સોશિયલ મીડિયા નહોતું, પરંતુ મીડિયા દ્વારા મને ખબર પડી કે કેટલાક લોકો મારી એક્ટિંગ પર સવાલ કરે છે અને મારા માટે ખોટા શબ્દોનો ઉપયોગ કરે છે અને કહે છે કે મને એક્ટિંગની ખબર નથી પડતી.

‘ત્યારે મને લાગવા માંડ્યું હતું કે આ પ્રોફેશન અપનાવીને મેં કોઈ ભૂલ કરી છે. હું જે પણ પ્રયત્ન કરું છું, તે કામ કરતું ન હતું. ત્યારબાદ હું મારા પિતા પાસે ગયો અને બોલીવુડ છોડવાના મારા નિર્ણય વિશે કહ્યું. પછી તેમણે મને કહ્યું કે “મેં તને ‘છોડવાવાળો’ બનાવવા માટે મોટો નથી કર્યો. એક અભિનેતા તરીકે તમે દરેક ફિલ્મ સાથે કામમાં ઇમ્પ્રૂવ કરી રહ્યા છો.”

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

અભિષેક બચ્ચન તાજેતરમાં જ 1992 ના સ્ટોક બ્રોકર હર્ષદ મહેતા કૌભાંડ પર આધારિત ફિલ્મ બિગ બુલમાં જોવા મળ્યો હતો. ‘બિગ બુલ’ રિલીઝ થયા બાદ અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા દ્વારા અભિષેક બચ્ચનના કામની પ્રશંસા કરી હતી અને પુત્ર પર ગર્વ હોવાનું પણ કહ્યું હતું.

 

આ પણ વાંચો: પત્નીની આ નાની તકલીફને કારણે 3 વર્ષમાં બદલ્યા 18 ઘર, કંટાળીને પતિએ માંગ્યા છૂટાછેડા

આ પણ વાંચો: તારક મહેતામાં પાછા ફર્યા દયાબેન! પરંતુ આ છે ટ્વિસ્ટ, નિર્માતાએ જણાવી આ વાત

Next Article