Cyclone Tauktae ને લઈને Amitabh Bachchan એ વ્યકત કરી ચિંતા, અભિનેતાએ ચાહકોને કરી આ અપીલ

|

May 16, 2021 | 7:29 PM

ચક્રવાતી તોફાન તાઉ તે 17 મેની સાંજે ગુજરાતના દરિયાકાંઠે પહોચવાની ઉમ્મીદ છે, અને 18 મેની સવારે આસપાસ પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થવાની સંભાવના છે.

Cyclone Tauktae ને લઈને Amitabh Bachchan એ વ્યકત કરી ચિંતા, અભિનેતાએ ચાહકોને કરી આ અપીલ
Amitabh Bachchan

Follow us on

ચક્રવાતી તુફાન તાઉ તે ને લઈને દેશના ઘણા રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે. તાઉ તે દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં ઘણા રાજ્યોમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. મહારાષ્ટ્ર, કેરળ અને ગુજરાતના દરિયાકાંઠે ત્રણ દિવસો સુધી આ ચક્રવાતી તોફાનની અસર જોવા મળી શકે છે. આ દરમિયાન બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ચાહકોને પોતાની સંભાળ રાખવા અપીલ કરી છે.

તેમણે સોશિયલ મીડિયા પર તોફાન અંગેની ચિંતા વ્યક્ત કરી છે. અને ચાહકોને પોતાની સંભાળ રાખવા કહ્યું છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાના ચાહકો માટે ખાસ ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. અમિતાભ બચ્ચને પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું છે કે તોફાનને કારણે મુંબઈમાં વરસાદ શરૂ થઈ ગયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પીઢ અભિનેતાએ પોતાની ટ્વિટમાં લખ્યું કે, ‘ચક્રવાતી તુફાન તાઉ તે ની અસર શરૂ થઈ ગઈ છે. મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે. કૃપા કરીને કાળજી લો અને સલામત રહો. હંમેશની જેમ પ્રાર્થના કરો. ‘ અમિતાભ બચ્ચનનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અભિનેતાના ઘણા ચાહકો અને બધા સોશ્યલ મીડિયા યુઝર્સ તેમની ટ્વિટને પસંદ કરી રહ્યા છે. સાથે કમેન્ટ કરીને તેમનો પ્રતિસાદ પણ આપી રહ્યા છે.

 

નોંધપાત્ર વાત એ છે કે ચક્રવાતી તોફાન 17 મેની સાંજે ગુજરાતના દરિયાકાંઠે પહોચવાની ઉમ્મીદ છે, અને 18 મેની સવારે આસપાસ પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, તે ગુજરાતમાં વેરાવળ અને પોરબંદરની વચ્ચે માંગરોળ નજીકના કાંઠે ટકરાશે.

આશંકા છે કે આ ચક્રવાતી વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર, કેરળ અને ગુજરાતના દરિયાકાંઠે ત્રણ દિવસ સુધી જોવા મળી શકે છે. વિભાગના જણાવ્યા મુજબ, તોફાન દરમિયાન પવન 150 થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી શકે છે.

કર્ણાટક રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (કેએસડીએમએ) ના અનુસાર, ચક્રવાતી તોફાનને કારણે છેલ્લા 24 કલાકમાં 6 જિલ્લાઓ, 3 કાંઠાના જિલ્લાઓ અને 3 મલનાડ જિલ્લામાં ભારેથી અતી ભારે વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 73 ગામોને અસર થઈ છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડાને કારણે કેરળ, તામિલનાડુમાં પૂરના ભય સાથે કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી ત્રણ દિવસમાં આ વાવાઝોડું કેરલા, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કહેર મચાવશે.

Published On - 7:28 pm, Sun, 16 May 21

Next Article