Pushpa BO : દરેક જગ્યાએ હાલ કોરોનાને કારણે ફિલ્મો સ્થગિત કરવામાં આવી રહી છે, ત્યારે અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ (Pushpa Movie) હજુ પણ થિયેટરોમાં ચાલી રહી છે. સાથે જ તે બમ્પર કલેક્શન (Box Off(ice Collection) પણ કરી રહી છે. આ ફિલ્મે અગાઉની ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. સાઉથની આ ફિલ્મની હિન્દી ભાષામાં શરૂઆત ખૂબ જ ધીમી હતી પરંતુ તેના કલેક્શને હવે બાહુબલી જેવી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. અત્યાર સુધી આ ફિલ્મે હિન્દીમાં લગભગ 100 કરોડ અને વિશ્વભરમાં 350 કરોડની કમાણી કરી છે.
આ ફિલ્મે કમાણી દ્વારા વધુ એક રેકોર્ડ બનાવ્યો છે જેમાં તેણે પ્રભાસની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’ને પણ પાછળ છોડી દીધી છે. આ ફિલ્મે તેના છઠ્ઠા સપ્તાહમાં લગભગ 6 કરોડની કમાણી કરીને પ્રભાસની ‘બાહુબલી’ સહિત અનેક બોલિવૂડ ફિલ્મોને પછાડી દીધી છે.
પિંકવિલાના અહેવાલ અનુસાર,પુષ્પાએ ‘બાહુબલી’ અને ‘બધાઈ હો’ને પાછળ છોડી દીધી છે. વિશ્લેષક ઋષિલ જોગાણીએ કહ્યુ છે કે, આગામી કેટલાક અઠવાડિયા સુધી પણ પુષ્પાની ફિલ્મની થિયેટરોમાં કોઈ હરીફ નથી. આના પરથી એ નિશ્ચિત છે કે પુષ્પા બીજા ઘણા રેકોર્ડ તોડશે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે આ કોરોના હોવા છતા ફિલ્મે બમ્પર કમાણી કરી છે.
‘PUSHPA’ SHATTERS YET ANOTHER MYTH… Generally, cinema biz dries up when a film starts streaming on #OTT… #PushpaHindi has proven the industry think tanks wrong, as it remains unstoppable at cinemas, even though it is streaming on #OTT [since 14 Jan]… #Pushpa jhukega nahin. pic.twitter.com/uoXbsPFCps
— taran adarsh (@taran_adarsh) January 28, 2022
બીજી તરફ આ ફિલ્મે વર્લ્ડવાઈડ પણ બમ્પર કમાણી કરી છે. તેણે વિશ્વભરમાં 350 કરોડ સુધીની કમાણી કરી છે. OTT પર રીલિઝ થવા છતાં થિયેટરોમાં આ ફિલ્મની બોલબાલા છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ અંગે ટ્વીટ કર્યું અને લખ્યુ કે ‘પુષ્પા’. સામાન્ય રીતે OTT રિલીઝ સાથે સિનેમાનું કલેક્શન ઘટે છે. ‘પુષ્પા’ હિન્દીએ ઈન્ડસ્ટ્રીના લોકોની વિચારસરણીને ખોટી સાબિત કરી. 14 જાન્યુઆરીએ થિયેટરોમાં OTT પર રિલીઝ થવા છતાં આ ફિલ્મ સતત સારી કમાણી કરી રહી છે.
આ પણ વાંચો : વિવાદાસ્પદ નિવેદનને કારણે શ્વેતા તિવારીની વધી મુશ્કેલી, અભિનેત્રી વિરુદ્ધ FIR નોંધવામાં આવી