Alia Bhattએ શરૂ કર્યુ ‘ડાર્લિંગ્સ’નું શૂટિંગ, હવે નિર્માતા બનીને ફરી બોલિવુડમાં છવાવા માટે છે તૈયાર

|

Jul 03, 2021 | 11:22 PM

આલિયા પાસે આ દિવસોમાં પ્રોજેક્ટની લાઈન લાગી છે. તેમણે તાજેતરમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ પૂરું કર્યું છે.

Alia Bhattએ શરૂ કર્યુ ડાર્લિંગ્સનું શૂટિંગ, હવે નિર્માતા બનીને ફરી બોલિવુડમાં છવાવા માટે છે તૈયાર
Alia Bhatt

Follow us on

આલિયા ભટ્ટ (Alia Bhatt) હવે અભિનેત્રીની સાથે નિર્માતા પણ બની ગઈ છે. તેમણે પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ ફિલ્મ ડાર્લિંગ્સનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મથી આલિયા નિર્માતા તરીકે પદાર્પણ કરવા જઈ રહી છે. આલિયાએ ફોટો શેર કરીને શૂટિંગ શરૂ કરવાની માહિતી આપી છે. આ ફિલ્મને આલિયાની સાથે શાહરૂખ ખાન (Shahrukh Khan)નું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ નિર્માણ કરી રહ્યું છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આલિયાએ તેમની બ્લેક એન્ડ વ્હાઈટ તસ્વીરો શેર કરીને શૂટિંગ શરૂ કરવાની માહિતી આપી છે. ફોટામાં આલિયા સ્ક્રીપ્ટ વાંચતી જોવા મળી રહી છે. ફોટા શેર કરતી વખતે આલિયાએ લખ્યું – ડાર્લિંગ્સનો પહેલો દિવસ. નિર્માતા તરીકેની મારી પ્રથમ ફિલ્મ પણ હું હંમેશાં પ્રથમ એક્ટર રહીશ. (આ કિસ્સામાં ખૂબ જ નર્વસ એક્ટર છું) મને ખબર નથી કે તે શું છે. નવી ફિલ્મ શરૂ કરતા પહેલાની રાતે, મને આખા શરીરમાં ઝણઝણી અને ઉર્જા લાગે છે. મેં સપનું જોયું કે હું બધી લાઈનો ભૂલી ગઈ છું. મોડુ થવાના ડરને કારણે, 15 મિનિટ પહેલા સેટ પર પહોંચી ગઈ હતી.

 

અહીં જુઓ આલિયા ભટ્ટની પોસ્ટ

 

 

આલિયાએ આગળ લખ્યું – મને લાગે છે કે આ ફીલિંગ ક્યારેય જશે નહીં અને ના તે જવી જોઈએ કારણ કે નર્વસ હોવાનો અર્થ એ છે કે તમે ખૂબ કેર કરો છો. મને શુભેચ્છાઓ આપો (મારે આ બધાની જરૂરત છે, કારણ કે મારે મારા સહ-કલાકારો વિજય વર્મા, શેફાલી શાહ અને રોશન મેથ્યુ સાથે મેચ અપ કરવાનો છે.)

 

સેલેબ્સે આપી શુભકામનાઓ

આલિયાની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સે કમેન્ટ કરી હતી અને આલિયાને શુભેચ્છા પાઠવી હતી. જેક્લીન ફર્નાન્ડીઝે કમેન્ટ કરી – ઓલ ધ બેસ્ટ. સાથે હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી. કેટરિના કૈફે પણ આલિયાને શુભેચ્છા પાઠવી છે. ચાલો તમને જણાવી દઈએ કે ડાર્લિંગ્સનું શૂટિંગ મુંબઈમાં થઈ રહ્યું છે. આ ફિલ્મને રાઈટર જસમીત કે રીન ડાયરેક્ટર કરી રહી છે. આ એક ડાર્ક કોમેડી ફિલ્મ હશે.

 

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો આલિયા પાસે આ દિવસોમાં પ્રોજેક્ટની લાઈન લાગી છે. તેમણે તાજેતરમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ પૂરું કર્યું છે. આ સિવાય તે એસ.એસ.રાજામૌલીની ફિલ્મ આરઆરઆરમાં અને રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. અમિતાભ બચ્ચન પણ બ્રહ્માસ્ત્રમાં આલિયાની સાથે મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. અયાન મુખર્જીએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે.

 

આ પણ વાંચો: ડિઝાઈનર પેઈન્ટીંગ અને જબરદસ્ત ઈન્ટિરિયર ડિઝાઈન, અંદરથી આવું લાગે છે Shweta Tiwariનું ઘર

Next Article