શાહરૂખ ખાન સાથેની પહેલી ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ નું નિર્માણ કરી રહી છે આલિયા ભટ્ટ, ટીઝરથી ઘોષણા કરી

|

Mar 02, 2021 | 4:04 PM

ફિલ્મનું દિગ્દર્શન જસમીત કે રેની કરી રહ્યા છે. આ ટીઝરની શરૂઆત કાનૂની ચેતવણીથી થાય છે - મહિલાઓનું અપમાન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે. આલિયાએ શાહરૂખ સાથે ડિયર જિંદગીમાં કામ કર્યું છે.

શાહરૂખ ખાન સાથેની પહેલી ફિલ્મ ડાર્લિંગ્સ નું નિર્માણ કરી રહી છે આલિયા ભટ્ટ, ટીઝરથી ઘોષણા કરી
Shahrukh Khan

Follow us on

નિર્માતા બન્યા બાદ આલિયા ભટ્ટે તેમની પ્રથમ હોમ પ્રોડક્શન ફિલ્મની ઘોષણા કરી છે. મહત્વની વાત એ છે કે શાહરૂખ ખાન સાથે મળીને આલિયા પહેલી ફિલ્મનું નિર્માણ કરી રહી છે. તેમણે આનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આલિયાએ તેમની ડેબ્યૂ હોમ પ્રોડક્શન ફિલ્મની ડાર્ક કોમેડી થીમ પસંદ કરી છે. આલિયાએ શાહરૂખ સાથે ડિયર જિંદગીમાં કામ કર્યું છે.

આલિયાએ ફિલ્મની જાણકારી સોશિયલ મીડિયા, દ્વારા કરી હતી – આ ખૂબ ખાસ છે. ઇટરનલ સનશાઇન પ્રોડક્શન્સ હેઠળની મારી પહેલી પ્રોડક્શન ડાર્લિંગ્સનું એલાન કરી રહી છું. મારા પ્રિય શાહરૂખ ખાન સાથે આ પછી, આલિયાએ ફિલ્મની સ્ટાર કાસ્ટ જાહેર કરી. ડાર્લિંગ્સમાં શેફાલી શાહ, વિજય વર્મા, રોશન મેથ્યુ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન જસમીત કે રીન કરી રહ્યા છે. આ ટીઝરની શરૂઆત વૈધાનિક ચેતવણીથી થાય છે – મહિલાઓનું અપમાન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

 

 

https://twitter.com/aliaa08/status/1366275210618363906

બીજી તરફ શાહરૂખે આ ટીઝર શેર કરતાં લખ્યું હતું- ડાર્લિંગ્સ, જીવન મુશ્કેલ છે, પણ તમે પણ મજબૂત છો. તમારા ડાર્લિંગ્સ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. શાહરૂખે પીએસ માં લખ્યું હતું- આ કોમેડી થોડી ડાર્ક છે.

 

 

આલિયા ભટ્ટે શાહરૂખ ખાન સાથે 2016 માં આવેલી ફિલ્મ ડિયર જિંદગીમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખે મનોચિકિત્સકની ભૂમિકા ભજવી હતી, જ્યારે આલિયા એક ઉભરતી સિનેમેટોગ્રાફરની ભૂમિકામાં હતી. આ ફિલ્મ આલિયાના પાત્રની લવ લાઈફના ઉતાર ચઢાવની વાર્તા હતી. આ ફિલ્મનું નિર્માણ ગૌરી ખાન, કરણ જોહર અને ગૌરી શિંદે કર્યું હતું. ગૌરી પણ આ ફિલ્મની ડિરેક્ટર હતી. તમને જણાવી દઈએ કે, આલિયા હાલમાં તેમની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી પૂરી કરવામાં વ્યસ્ત છે, જેનું નિર્દેશન સંજય લીલા ભણશાળી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 30 જુલાઈએ રિલીઝ થઈ રહી છે.

Next Article