Aishwarya Rai Bachchan ની ખુબસુરતીનાં દિવાના છે અક્ષય ખન્ના, તેમના ચહેરા પરથી નથી હટાવી શકતા નજર

|

May 18, 2021 | 5:10 PM

અક્ષય અને એશ્વર્યાએ ફિલ્મ 'તાલ'માં સાથે કામ કરી ચુક્યા છે. અક્ષયે એકવાર કહ્યું હતું કે જ્યારે પણ તે એશ્વર્યાને મળે છે ત્યારે તે તેમની નજર તેમનાથી દૂર કરી શકતા નથી.

Aishwarya Rai Bachchan ની ખુબસુરતીનાં દિવાના છે અક્ષય ખન્ના, તેમના ચહેરા પરથી નથી હટાવી શકતા નજર
Akshaye Khanna, Aishwarya Rai Bachchan

Follow us on

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાનાં દરેક દિવાના છે. તેમના ચહેરાથી કોઈની નજર નથી હટતી. એશ્વર્યાની સુંદરતાનાં દિવાનાઓની યાદીમાં બોલિવૂડ એક્ટર અક્ષય ખન્ના પણ સામેલ છે. અક્ષય અને એશ્વર્યાએ ફિલ્મ ‘તાલ’માં સાથે કામ કરી ચુક્યા છે. અક્ષયે એકવાર કહ્યું હતું કે જ્યારે પણ તે એશ્વર્યાને મળે છે ત્યારે તે તેમની નજર તેમનાથી દૂર કરી શકતા નથી.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને સોનાક્ષી સિંહા સાથે ફિલ્મ ઇત્તેફાકના પ્રમોશન દરમિયાન અક્ષય ખન્નાએ ટોક શોમાં કરણ જોહરને આ વિશે વાત કરી હતી. જ્યારે કરણે તેમને પૂછ્યું કે તમને શું લાગે છે કે આ ઈન્ડસ્ટ્રીમાં કોન સૌથી સેક્સિએસ્ટ ગર્લ છે. તેના જવાબમાં અક્ષયે કહ્યું એશ્વર્યા રાય બચ્ચન.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

અક્ષયે કહ્યું હતું કે જ્યારે પણ હું તેમને મળું છું હું મારી નજર તેમનાથી દૂર કરી શકતો નથી. તે પુરુષો માટે શરમજનક છે, તેમને તેની આદત હશે, પરંતુ હું એવા લોકોમાંથી નથી જેની કોઈ પરથી નજર ન હટે. તમે એશને હંમેશા જોઈ શકતા રહો છો. અક્ષયની આ બાબતે સોનાક્ષીએ કહ્યું હતું કે ફક્ત પુરુષો જ નહીં પણ મારી નજર પણ તેમનાથી નથી હટતી. તે શાનદાર છે

અક્ષય ખન્ના અને એશ્વર્યા રાય એ આ અબ લોટ ચલે અને સુભાષ ઘાઈની ફિલ્મ તાલમાં સાથે કામ કર્યું હતું. આ અબ લોટ ચલે બોક્સ ઓફિસ પર કંઇક ખાસ કમાલ કરી શકી નહીં, પરંતુ તાલમાં બંનેની કેમિસ્ટ્રીની ખૂબ તારીફ કરવામાં આવી હતી. આ ફિલ્મે ઘણા એવોર્ડ જીત્યા હતા. તેમાં અનિલ કપૂરને બેસ્ટ સપોર્ટિગ એકટર અને એ.આર.રહેમાનને બેસ્ટ સંગીત નિર્દેશક માટેનો એવોર્ડ સામેલ હતા. તાલ પછી, બંને કોઈ પણ ફિલ્મમાં સાથે જોવા મળ્યા ન હતા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો એશ્વર્યા રાય છેલ્લી વાર ફિલ્મ ફન્ને ખાંમાં અનિલ કપૂર અને રાજકુમાર રાવની સાથે જોવા મળી હતી. તે ટૂંક સમયમાં મણીરત્નમ સાથે કામ કરવા જઈ રહી છે. એશ્વર્યાની ફિલ્મના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. બીજી તરફ અક્ષયની વાત કરીએ તો તે આર્ટિકલ 375, સબ કુશલ મંગલ અને ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાં જોવા મળ્યા હતા.

Next Article