Ajay Devgnની કાર રોકી યુવકે કહ્યું, ખેડૂત આંદોલન ઉપર શા માટે મૌન ? વીડિયો વાયરલ

|

Mar 03, 2021 | 4:07 PM

અજય દેવગણ, ગંગુબાઈ કાઠિયાવાડીના શૂટિંગ માટે ગોરેગાંવ ફિલ્મ સિટી જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. સંજય લીલા ભણશાળી નિર્દેશિત ફિલ્મમાં અજય એક ખાસ પાત્રમાં જોવા મળશે. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે.

Ajay Devgnની કાર રોકી યુવકે કહ્યું, ખેડૂત આંદોલન ઉપર શા માટે મૌન ? વીડિયો વાયરલ
Ajay Devgan

Follow us on

બોલીવુડ અભિનેતા અજય દેવગનની કાર રોકવા બદલ મુંબઈ પોલીસે મંગળવારે એક યુવકની ધરપકડ કરી હતી. અહેવાલો અનુસાર, યુવક ખેડૂત આંદોલનનું સમર્થક છે અને તે અભિનેતાની ગાડી રોકી અને આંદોલન અંગે ટ્વીટ ન કરવા પાછળનું કારણ પૂછતો હતો.

એક અહેવાલ મુજબ, આ ઘટના સવારે સાડા આઠ વાગ્યેની હોવાનું જાણવા મળે છે. અજય દેવગન પોતાની ફિલ્મના શૂટિંગ માટે ગોરેગાંવ પૂર્વ સ્થિત ફિલ્મસિટીમાં જઈ રહ્યા હતા. જ્યારે તે પોતાને ખેડૂત તરફી ગણાતા એક યુવકે અજયની કાર રોકી હતી અને તેમને પૂછવાનું શરૂ કર્યું હતું કે, ખેડુતોને આંદોલન કરતી વખતે 100 કરતાં વધુ દિવસો વીતી ગયા હતા, પરંતુ અજયે તેમના સમર્થનમાં ટ્વીટ કેમ કર્યું નહીં. અજયની કાર ત્યાં લગભગ 15 મિનિટ રોકાઈ. પોલીસે આવીને અજયને ત્યાંથી બહાર કાઢયો. અજય ગંગુબાઈ કાઠિયાવાડીના સેટ પર જઈ રહ્યા હતા, જે ફિલ્મસિટીમાં લગાવ્યો છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

પોલીસે યુવકની ધરપકડ કરી હતી. યુવક સાથે હાજર કેટલાક લોકોએ જણાવ્યું હતું કે આરોપી અજય સાથે માત્ર ખેડૂત આંદોલન વિશે વાત કરવા માગતો હતો. જેણે કાર અટકાવી હતી તેનું નામ રાજદીપસિંહ હોવાનું કહેવાઈ રહ્યું છે. તેને આઈપીસીની કલમ 341, 504 અને 506 હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે. યુવકે અજયની કાર રોકીને હોબાળો મચાવ્યો તેનો વીડિયો વાયરલ થયો હતો, જેને ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ શેર કરતી વખતે લખ્યું – અજય દેવગનને આ રીતે ધમકી આપવી શરમજનક છે. સરકારે નિર્ણય લેવો જ જોઇએ, મહત્વનું શું છે – વિરોધ કરવાનો અધિકાર છે કે શાંતિ અને સુરક્ષા નિર્માણનો અધિકાર છે?

 

 

અજયે સપ્તાહાંતમાં ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કરી દીધું છે. સંજય લીલા ભણશાળી નિર્દેશિત ફિલ્મમાં અજય એક ખાસ પાત્રમાં જોવા મળશે. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મ દ્વારા, અજય 22 વર્ષ પછી ભણશાળી સાથે ફરી જોડાશે. 1999 માં આવેલી ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં અજયે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ સિવાય અજય તેમની દિગ્દર્શિત ફિલ્મ મે ડેનું શૂટિંગ પણ કરી રહ્યા છે, જેમાં અમિતાભ બચ્ચન અને રકુલપ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં છે.

Published On - 4:05 pm, Wed, 3 March 21

Next Article