Ajay Devgan એ મુશ્કેલ સમયમાં લંબાવ્યો મદદનો હાથ, મુંબઇમાં આ રીતે કરાવી 20 ICU બેડની ગોઠવણ

|

Apr 28, 2021 | 5:02 PM

બોલિવૂડ એક્ટર અજય દેવગન આ દિવસોમાં લોકોને મદદ કરવામાં વ્યસ્ત છે. તેમણે મુંબઈમાં 20 આઈસીયુ બેડની વ્યવસ્થા કરી છે.

Ajay Devgan એ મુશ્કેલ સમયમાં લંબાવ્યો મદદનો હાથ,  મુંબઇમાં આ રીતે કરાવી 20 ICU બેડની ગોઠવણ
Ajay Devgan

Follow us on

કોરોનાવાયરસની બીજી કહેરનો પ્રકોપ ખુબજ વધી રહ્યો છે. દરરોજ લાખો લોકો આ વાયરસની પકડમાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાની હાલત કફોડી છે. દરરોજ હજારો લોકો ત્યાં આ વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. મુંબઈમાં દરરોજ 4000 થી વધુ લોકો કોરોના પોઝિટિવ બની રહ્યા છે.

આવી સ્થિતિમાં લોકોને તેમની સારવાર માટે હોસ્પિટલમાં પલંગ નથી મળતા, ઓક્સિજન સિલિન્ડરોની અછત છે. આ મુશ્કેલ સમયમાંથી બહાર આવવા માટે ઘણા બોલિવૂડના સેલેબ્સે હાથ લંબાવ્યા છે. બોલિવૂડ એક્ટર અજય દેવગન પણ લોકોને મદદ કરવા આગળ આવ્યા છે. તેમણે પોતાના મિત્રો સાથે 20 આઈસીયુ બેડ ગોઠવ્યા છે.

અજય દેવગને તેમના ફિલ્મ ઉદ્યોગના મિત્રો સાથે મળીને BMC ને લગભગ 1 કરોડ રુપિયાની મદદ કરી છે. જેનાથી 20 આઈસીયુ બેડ બનાવવામાં આવ્યા છે. તે બેડ મુંબઇના શિવાજી પાર્ક વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ નાણાં બીએમસીને અજય દેવગનની સંસ્થા દ્વારા આપવામાં આવ્યા છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ કોવિડ આઈસીયુમાં પેરા મોનિટર, વેન્ટિલેટર અને ઓક્સિજન સપોર્ટનું સંચાલન પી.ડી. હિન્દુજા હોસ્પિટલના ડોકટરો કરી રહ્યા છે. આ હોસ્પિટલ શિવાજી પાર્કથી બહુ દૂર નથી. હિન્દુજા હોસ્પિટલના સીઓઓ જોય ચક્રવર્તીએ કહ્યું છે કે તે હિન્દુજા હોસ્પિટલનું વિસ્તરણ છે. જ્યાં અન્ન, મેડિકલ, નર્સો તમામ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવશે.

સ્થાનિક કોર્પોરેટર વિશાખા રાઉતે પુષ્ટિ કરી છે કે અજય દેવગને આઈસીયુ બેડ બનાવવામાં મદદ કરી છે અને તે તેમના આ કાર્યની પ્રશંસા કરે છે.

ક્લિનિકની બહાર થયા હતા સ્પોટ

મંગળવારે અજય દેવગને મુંબઈના ક્લિનિકની બહાર જોવામાં આવ્યા હતા. જે બાદ તેમના ચાહકો પરેશાન થઈ ગયા હતા. તેમને અજયની તબિયતની ચિંતા થવા લાગી હતી. અજય ગુલાબી રંગના ટીશર્ટની સાથે ટ્રાઉઝરમાં જોવા મળ્યા હતા. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

 

ઓટીટી પર એન્ટ્રી

અજય દેવગન હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પગલું ભરવા જઈ રહ્યા છે. તે ક્રાઈમ ડ્રામાં શ્રેણી રુદ્ર – ધ એજ ઓફ ડાર્કનેસ માં જોવા મળશે. આ શ્રેણી ડિઝનીપ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. આ વિશેષ શ્રેણીનું પ્રોડક્શન હજી પણ ચાલુ છે અને તેનું શૂટિંગ મુંબઈના ઘણા આઇકોનિક વિસ્તારોમાં કરવામાં આવશે.

ઘણી ફિલ્મોમાં અજયે પોલીસની ભૂમિકા ભજવી છે, પરંતુ આ વખતે તે એક નવા અને સઘન પોલીસ અધિકારી તરીકે જોવા મળશે. આ શ્રેણીનું ફોર્મેટ તદ્દન અલગ હશે. ચાહકો આતુરતાથી અજય દેવગનની વેબ સિરીઝની રાહ જોઇ રહ્યા છે.

Next Article