Bhoot Police : સૈફ અલી ખાન ફરી વિવાદોના ઘેરામાં, ફિલ્મ ભૂત પોલીસના પોસ્ટરને લઈને વિવાદ

|

Jul 06, 2021 | 9:14 PM

હોરર કોમેડી ફિલ્મનું પોસ્ટર શેર કરતાં કરીનાએ લખ્યું હતું કે, ' પેરાનોર્મલ ન ડરશો, વિભૂતિ સાથે "સેફ" મેહસૂસ કરો'

Bhoot Police : સૈફ અલી ખાન ફરી વિવાદોના ઘેરામાં, ફિલ્મ ભૂત પોલીસના પોસ્ટરને લઈને વિવાદ
સૈફ અલી ખાનની વેબ સિરીઝ તાંડવ પણ આ વિવાદનો ભાગ બની હતી

Follow us on

Bhoot Police : સૈફ અલી ખાન (Saif Ali Khan) ફરીવાર વિવાદોમાં છે. આ વખતે તે પોતાની નવી રીલીઝ થતી ફિલ્મ ભૂત પોલીસને લઈને (Bhoot Police) ચર્ચાઓમાં આવ્યા છે. પોતાની આવનારી આ નવી ફિલ્મનુ પોસ્ટર સોમવારે રીલીઝ થયું હતું. જેમાં સૈફ અલી ખાન પાછળ સાધુ સંત જોવા મળે છે. જેને લઈને તે અત્યારે વિવાદમાં વંટોળમાં ફસાયા છે.

કરીના કપૂરે (Kareena Kapoor) ભૂત પોલીસનું પહેલું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. આ ફિલ્મમાં સૈફ અલી ખાન વિભૂતિના પાત્રમાં જોવા મળશે. આ હોરર કોમેડી ફિલ્મનું પોસ્ટર શેર કરતાં કરીનાએ લખ્યું હતું કે, ‘ પેરાનોર્મલ ન ડરશો, વિભૂતિ સાથે “સેફ” મેહસૂસ કરો’ આ પોસ્ટરમાં સૈફ લેધર જેકેટ સાથે બ્લેક શર્ટમાં જોવા મળી રહ્યા છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

પોસ્ટરમાં સૈફ અલી ખાનની પાછળ સાધુઓને જોઈને અમુક લોકો ગુસ્સે થઈ રહ્યા છે. આ ફિલ્મ બનાવનારાઓ પર લોકો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે પોસ્ટરમાં હિન્દુ સાધુઓને શા માટે દર્શાવવામાં આવ્યા છે ? શું ‘તાંડવ’ બાદ સૈફ અલી ખાને કઈ સબક નથી લીધો ?

તો અન્ય એક યુઝરે લખ્યું કે સૈફ અલી ખાન હકીકતમાં એક ભૂત છે. તે તાંડવ વેબ સીરિઝના એક ભાગ હતા. અને આ સિરીઝને બોયકોટ કરવામાં આવી હતી. તે એક થર્ડ ક્લાસ એક્ટર છે અને આદિપુરુષમા તે રાવણનું પાત્ર ભજવવા પણ યોગ્ય નથી.

આ પહેલા પણ થયો છે વિવાદ

સૈફ અલી ખાનની વેબ સિરીઝ તાંડવ પણ આ વિવાદનો ભાગ બની હતી. આ સિરીઝને બોયકોટ કરવાની માગ કરવામાં આવી હતી. આ સીરિઝમાં પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ થયો હતો. ભગવાન શિવના પાત્રમાં એક એકટરના કારણે વિવાદ થયો હતો. વેબ સિરીઝ અંગે ફરિયાદ નોંધાઈ હતી, ત્યારબાદ કેટલાક દ્રશ્યો કાઢી નાખવામાં આવ્યા હતા.

આદિપુરુષ વિશે વિવાદ થયો હતો
આદિપુરુષની એનાઉન્સમેન્ટ બાદ તેને કઈક એવું કહ્યું હતું કે જેથી કરીને તે વિવાદમાં ઘેરાય ગયા હતા. તેને રાવણને જસ્ટિફાઇ કર્યો હતો જેના કારણે થઈને તેને વિવાદનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: Banaskantha : રાજસ્થાન-ગુજરાત બોર્ડર પરથી ઝડપાયા હથિયારો, જુઓ કેટલો ઝડપાયો જથ્થો

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 69 નવા કેસ, 1 દર્દીનું મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 2193 થયા

Next Article