Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 69 નવા કેસ, 1 દર્દીનું મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 2193 થયા

Gujarat corona Update : રાજ્યમાં આજે 6 જુલાઈના રોજ 2,17,786 નાગરીકોનું રસીકરણ થયું છે, જેમાં સૌથી વધુ 18-45 ઉમર વર્ગના 1,09,515 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 69 નવા કેસ, 1  દર્દીનું મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 2193 થયા
રચાનાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 8:10 PM

Gujarat corona Update : રાજ્યમાં કોરોના સામે રસીકરણ અભિયાન પણ પુરજોશમાં શરૂ છે, તો બીજી બાજુ કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 6 જુલાઈના રોજ સતત નવમાં દિવસે 100 થી ઓછા કોરોનાના નવા કેસો નોધાયા છે. તો સાથે એક્ટીવ કેસ પણ ઘટીને 2193 થયા છે.

કોરોના નવા 69 કેસ, 1 દર્દીનું મૃત્યુ રાજ્યમાં આજે 6 જુલાઈના રોજ કોરોનાના નવા 69 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે માત્ર 1 દર્દીઓનું મૃત્યુ થયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,832 થઇ છે અને મૃત્યુઆંક 10,072 થયો છે. સમગ્ર રાજ્યમાં આજે કોરોનાને કારણે માત્ર 1 દર્દીનું મૃત્યુ છે, જે અમદાવાદ શહેરમાં નોંધાયું છે.

અમદાવાદમાં 11, સુરતમાં 9 નવા કેસ રાજ્યમાં આજે 6 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 11, સુરતમાં 9, રાજકોટમાં 7, વડોદરામાં 5, ભાવનગર, જામનગર અને જુનાગઢમાં 1-1, તથા ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી, અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

208 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 2193 થયા રાજ્યમાં આજે 6 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 208 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,11,699 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.51 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 2193 થયા છે, જેમાં 11 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 2182 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે 2.17 લાખ લોકોનું રસીકરણ રાજ્યમાં આજે 6 જુલાઈના રોજ 2,17,786 લોકોનું રસીકરણ થયું છે જેમાં સુથી વધુ 18-45 વર્ષના 1,09,515 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,73,25,191 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat) ના આંકડાઓ જોઈએ તો

1) 296 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 6945 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 37,719 નાગરિકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 56,654 નાગરિકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 1,09515 નાગરિકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 6657 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Vaccination in Gujarat)

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">