વિકી-કેટરીના બાદ હવે આ કપલ પણ લગ્ન માટે તૈયાર ? જલ્દી જ કરી શકે છે જાહેરાત

|

Dec 22, 2021 | 10:21 PM

સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની જાહેરાત જલ્દી નહીં થાય પરંતુ બંને તેમના સંબંધો પર મહોર લગાવી શકે છે. બંને ઈન્ડસ્ટ્રીના યુવા કલાકારો છે અને એકબીજાને પસંદ કરે છે.

વિકી-કેટરીના બાદ હવે આ કપલ પણ લગ્ન માટે તૈયાર ? જલ્દી જ કરી શકે છે જાહેરાત
Kiara Advani and Siddharth Malhotra can get married soon!

Follow us on

કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) બોલિવૂડના લોકપ્રિય કપલમાંથી એક છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. જો કે સિદ્ધાર્થ અને કિયારામાંથી કોઈએ હજુ સુધી જાહેરમાં તેમના સંબંધો પર મહોર મારી નથી, પરંતુ તેમના લિંકઅપના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને સ્ટાર્સ આવતા વર્ષે લગ્નના બંધનમાં બંધાશે.

અહેવાલ મુજબ, ‘કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના સંબંધો હજુ શરૂઆતના તબક્કામાં છે. એવું ન કહી શકાય કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે, પરંતુ લોકો સારી રીતે જાણે છે કે કેવી રીતે કેટરીના કૈફ અને વિકી કૌશલે ફેન્સને ચોંકાવી દીધા. કદાચ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આવતા વર્ષ સુધીમાં તેમના ચાહકોને લગ્નની મોટી ભેટ આપશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અન્ય એક વેબસાઈટને જણાવ્યું કે સિદ્ધાર્થ અને કિયારા આવતા વર્ષ સુધીમાં તેમના સંબંધોને સત્તાવાર બનાવી શકે છે. સૂત્રના જણાવ્યા અનુસાર, ‘સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની જાહેરાત જલ્દી નહીં થાય પરંતુ બંને તેમના સંબંધો પર મહોર લગાવી શકે છે. બંને ઈન્ડસ્ટ્રીના યુવા કલાકારો છે અને એકબીજાને પસંદ કરે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સિદ્ધાર્થ અને કિયારા ફિલ્મ ‘શેર શાહ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સિદ્ધાર્થ કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. તો કિયારા તેની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને IMDB પર પણ સૌથી વધુ રેટિંગ મળ્યું છે.

આ પણ વાંચો –

Health: પ્રેગ્નન્સી દરમિયાન મહિલા અને ગર્ભમાં રહેલ બાળકના સ્વાસ્થ્ય પર સ્ટ્રેસને લીધે થાય છે અસર, જાણો કેવી રીતે કરશો દૂર !

આ પણ વાંચો –

સોનિયા-પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પત્નીની સુરક્ષામાં તૈનાત થશે CRPFની VIP વિંગની મહિલા સુરક્ષાકર્મીઓ- સુત્ર

આ પણ વાંચો –

Online shopping New Rules 2022: 1 જાન્યુઆરીથી બદલાઈ રહ્યા છે ઓનલાઈન શોપિંગના નિયમ, જાણો શું છે નવું ?

Next Article