Raj Kundra ની ધરપકડ બાદ સાળી શમિતાએ શેયર કરી પોસ્ટ, લોકોએ પુછ્યુ શું આ તમારા જીજા માટે છે ?

|

Jul 29, 2021 | 5:40 PM

શમિતાની આ પોસ્ટ પર જ્યાં કેટલાક યૂઝર્સ તેને સપોર્ટ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેના પર કોમેન્ટ્સ કરી રહ્યા છે કે શું આ પોસ્ટ તમારા જીજાને (Raj Kundra) લઇને છે ?

Raj Kundra ની ધરપકડ બાદ સાળી શમિતાએ શેયર કરી પોસ્ટ, લોકોએ પુછ્યુ શું આ તમારા જીજા માટે છે ?
After the arrest of Raj Kundra, Shamita shared a post

Follow us on

રાજ કુન્દ્રાની (Raj Kundra) ધરપકડ થયા બાદથી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) હેરાન થઇ રહી છે. તેના માટે હાલ ખુબ ખરાબ સમય ચાલી રહ્યો છે. તેવામાં શિલ્પાની બહેન શમિતા શેટ્ટી પોતાની બહેનનું ખાસ ધ્યાન રાખી રહી છે. હાલમાં જ શમિતાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે.

શમિતાએ (Shamita Shetty) સોશિયલ મીડિયા પર એક ફોટો શેયર કરીને મેસેજ લખ્યો છે કે, ‘જે પણ કરો એ ઇમાનદારી અને પ્રેમથી કરો. શમિતાએ લખ્યુ કે, ક્યારે-ક્યારે તમારા શરીરની અંદરની તાકાતની આગ એટલી નથી હોતી કે તમે બધુ જોઇ શકો. એ નાનો સ્પાર્ક હોય છે જે પ્રેમથી કહે છે કે બસ ચાલતા જાઓ’.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તેણે આગળ લખ્યુ કે, ‘તમે એ કન્ટ્રોલ નથી કરી શક્તા તે તમારી એનર્જીનું અન્ય કઇ રીતે લે છે. તમે જે પણ કરો છો અથવા તો કહો છો તે લેન્સ ફિલ્ટરથી થઇને પસાર થાય છે જે સિચ્યુએશનથી પસાર થઇ રહ્યા હોવ. બસ પોતાના કામમાં ઇમાનદારી રાખો અને પ્રેમથી કરતા રહો’. શમિતાની આ પોસ્ટ પર જ્યાં કેટલાક યૂઝર્સ તેને સપોર્ટ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેના પર કોમેન્ટ્સ કરી રહ્યા છે કે શું આ પોસ્ટ તમારા જીજાને લઇને છે ?

શમિતાએ આના પહેલા શિલ્પાની ફિલ્મ હંગામા 2 ને લઇને મેસેજ કર્યો હતો. તેણે કહ્યુ હતુ કે મારી બહેને જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે અને તે ખૂબ મજબૂત છે.

શમિતાએ લખ્યુ હતુ કે, ‘તે જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે અને એક વાત લઇને હુ શ્યોર છુ કે તુ ખૂબ સ્ટ્રોન્ગ છે. આ સમય પણ પસાર થઇ જશે.’

તમને જણાવી દઇએ કે, શમિતા તેના જીજા રાજ કુન્દ્રાથી ખૂબ જ નજીક છે અને તે પોતાની બહેન અને જીજા સાથે વેકેશન અથવા તો પાર્ટીમાં જતી જોવા મળે છે. હાલમાં શમિતા પોતાની બહેનને સાચવી રહી છે. જે રાજ કુન્દ્રાની ધરપકડ બાદ એકલી પડી ગઇ છે.

આ પણ વાંચો – શું તમને ખબર છે તમારા કારણે, Google ને દર મીનિટે કેટલી કમાણી થાય છે ? જાણો અહીં

Next Article