Net Worth : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી રાજકારણમાં આવેલી નગમા છે કરોડોની સંપત્તિની માલિક, જાણો અભિનેત્રીની નેટવર્થ

|

Dec 25, 2021 | 4:54 PM

નગમાનો જન્મ 25 ડિસેમ્બર 1974ના રોજ મુંબઈમાં થયો હતો. નગમાએ 1990માં સલમાન ખાનની ફિલ્મ 'બાગી'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

Net Worth : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી રાજકારણમાં આવેલી નગમા છે કરોડોની સંપત્તિની માલિક, જાણો અભિનેત્રીની નેટવર્થ
Actress Nagma Net Worth

Follow us on

Nagma Net Worth : બોલિવૂડ એક્ટ્રેસ નગમા (Actress Nagma) એ બોલિવૂડ એક્ટ્રેસમાંની એક છે જે ફિલ્મોમાં સફળતા મળ્યા બાદ રાજકારણ તરફ વળી હતી. નગમાએ 90 ના દાયકામાં ઘણા મોટા સ્ટાર્સની (Big Film Stars) ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. તેના અભિનય અને સુંદરતાની ઘણી ચર્ચાઓ થતી હતી. હિન્દી ફિલ્મોની સફળતા બાદ નગમાએ ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. 

નગમાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત સલમાન ખાન (Salman Khan) સાથે ‘બાગી’ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મ કોમર્શિયલ હિટ સાબિત થઈ હતી અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં પણ સામેલ હતી. તમને જણાવી દઈએ કે, નગમાનું સાચું નામ નંદિતા મોરારજી છે પરંતુ તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ પોતાનું નામ બદલીને નગમા કરી નાખ્યુ હતુ.

બાદમાં તે ફિલ્મી દુનિયા છોડીને રાજકારણમાં જોડાઈ ગઈ. તેણે કોંગ્રેસ પક્ષ તરફથી યુપીના મેરઠથી 2014ની ચૂંટણી લડી હતી, પરંતુ તે ચૂંટણી જીતી શકી નહોતી. આજે નગમાનો જન્મદિવસ છે, ત્યારે અમે તમને અભિનેત્રીની નેટ વર્થ જણાવીશુ.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

નગમા પાસે કરોડોની સંપત્તિ 

અહેવાલો અનુસાર, નગમા પાસે કરોડોની સંપત્તિ છે. તેની પાસે આલીશાન બંગલો અને ઘણી મોંઘી ગાડીઓ પણ છે. તેમની કુલ સંપત્તિ 10 મિલિયનથી પણ વધુ છે. નગમાએ ફિલ્મોથી ખૂબ કમાણી કરી હતી, પરંતુ આજકાલ તે જાહેરાતો અને ઈવેન્ટ્સ દ્વારા કમાણી કરી રહી છે. તેની પાસે ઘણી લક્ઝરી કાર છે. રિપોર્ટ્સ અનુસાર, નગમા પાસે ઘણા લક્ઝરિયસ ફ્લેટ છે, એટલું જ નહીં તેની પાસે ફોર્ચ્યુનર, ઓડી અને BMW જેવા વાહનો પણ છે. તે સંપૂર્ણપણે વૈભવી જીવન જીવી રહી છે.

ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું

નગમાએ પોતાના કરિયરની શરૂઆત હિન્દી ફિલ્મોથી કરી હતી પરંતુ બાદમાં તેણે ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું હતું. હિન્દી સિવાય તેણે તમિલ, તેલુગુ, મલયાલમ, બંગાળી, પંજાબી, મરાઠી અને ભોજપુરીમાં કામ કર્યું છે. તેની હિન્દી ફિલ્મો વિશે વાત કરીએ તો સુહાગ, લાલ બાદશાહ, કુંવારા, ચલ મેરે ભાઈ, બેવફા સે વફા, કિંગ અંકલ, બાગી જેવી ફિલ્મોમાં તે જોવા મળી હતી.

 

આ પણ વાંચો: Happy Birthday : ગર્લફ્રેન્ડ રકુલ પ્રીત સિંહે જેકી ભગનાનીને ખાસ અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા

આ પણ વાંચો: Christmas Wishes : આ ફિલ્મી સ્ટાર્સે ખાસ અંદાજમાં પોતાના ચાહકોને આપી ક્રિસમસની શુભેચ્છા

Next Article