AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush Wrap: પ્રભાસ, ક્રિતી સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષનું શુટિંગ પૂર્ણ, હવે રિલીઝ માટેની તૈયારી

પ્રભાસ, ક્રિતી સેનન, સની સિંહ અને સૈફ અલી ખાન એકબીજાની બાજુમાં ઉભા રહીને ખુશીથી હસતા પોઝ આપી રહ્યા છે. આ પોસ્ટને ઓમ રાઉતે કેપ્શન પણ આપ્યું છે. 'તે આદિપુરુષ માટે એક શૂટ રેપ છે!

Adipurush Wrap: પ્રભાસ, ક્રિતી સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષનું શુટિંગ પૂર્ણ, હવે રિલીઝ માટેની તૈયારી
Adipurush
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 11:48 PM
Share

લાંબા સમયથી ચર્ચિત ફિલ્મ આદિપુરુષને લઈને એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. જે ખુદ આ ફિલ્મના નિર્દેશક ઓમ રાઉતે ચાહકો સાથે શેર કર્યા છે. સુપરસ્ટાર પ્રભાસ (Prabhas), ક્રિતી સેનન (Kriti Sanon) સની સિંહ (Sunny Singh) સ્ટારર ફિલ્મ આદિપુરુષ (Adipurush)ને લઈને ઘણા સમયથી બઝ બન્યો છે. ચાહકો આ ફિલ્મના આગમનની રાહ જોઈ રહ્યા છે, ફિલ્મનું શૂટિંગ ઘણા સમયથી ચાલી રહ્યું હતું, પરંતુ હવે નિર્દેશક ઓમ રાઉતે ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે અને ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થવાની માહિતી આપી છે.

View this post on Instagram

A post shared by Om Raut (@omraut)

આ તસ્વીરમાં જોઈ શકાય છે કે પ્રભાસ, ક્રિતી સેનન, સની સિંહ અને સૈફ અલી ખાન (Saif Ali Khan) એકબીજાની નજીક ઉભા રહીને ખુશીથી હસતા પોઝ આપી રહ્યા છે. આ પોસ્ટને ઓમ રાઉતે કેપ્શન પણ આપ્યું છે. ‘તે આદિપુરુષ માટે એક શૂટ રેપ છે! એક અદ્ભુત પ્રવાસ તેના છેલ્લા મુકામ પર આવી ગયું છે. અમારા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ આ જાદુને તમારી સાથે શેર કરવા માટે વધારે રાહ નથી જોઈ શકતો. આ પોસ્ટથી સ્પષ્ટ છે કે માત્ર ચાહકો જ નહીં, પરંતુ ફિલ્મના મેકર્સ પણ તેની રિલીઝને લઈને ઉત્સાહિત છે.

સૈફનું નિવેદન ભારે પડી ગયું છે

તમને જણાવી દઈએ કે ‘આદિપુરુષ’માં રાવણનું પાત્ર ભજવી રહેલા સૈફ અલી ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક રાક્ષસ રાજાની ભૂમિકા ભજવવી ખૂબ જ રસપ્રદ છે, પરંતુ તે એટલું પણ ક્રૂર નથી. સીતાના અપહરણ અને રામ સાથેના યુદ્ધ પાછળના કારણને અમે સ્પષ્ટ કરતા તેની બહેન માટે બદલાની ભાવના સાથે બતાવવા જઈ રહ્યા છીએ.

રાવણની બહેન શુરપંખા જેનું નાક લક્ષ્મણે કાપી નાખ્યું હતું. આ પછી ટ્રોલર્સે સૈફની ક્લાસ લગાવીને આ ફિલ્મનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. જે બાદ સૈફે પોતાના નિવેદન બદલ માફી માંગવી પડી હતી. જોકે સૈફના ફેન્સ તેમના આ રોલને લઈને ઉત્સાહિત છે.

‘આદિપુરુષ’નું નિર્માણ ટી-સિરીઝના બેનર હેઠળ થઈ રહ્યું છે. જેનું નિર્દેશન બોલિવૂડના ખૂબ જ પ્રતિભાશાળી દિગ્દર્શક ઓમ રાઉત સંભાળી રહ્યા છે. ફિલ્મમાં ‘બાહુબલી’ ફેમ અભિનેતા પ્રભાસ અને ક્રિતી સેનન રામ અને સીતાની ભૂમિકા ભજવશે. જ્યારે સની સિંહ લક્ષ્મણ જ્યારે સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે. ‘આદિપુરુષ’ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં 11 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થશે.

આ પણ વાંચો :- Bigg Boss 15: વિશાલે ઉડાવી શમિતા અને રાકેશના સંબંધોની મજાક, એક્સ વાઈફ રિદ્ધિ ડોગરાએ ગુસ્સામાં કહી આ વાત

આ પણ વાંચો :- Sooryavanshi BO Collection Day 6: અક્ષય કુમારની ફિલ્મનો જાદુ અટકવા માટે નથી તૈયાર, છઠ્ઠા દિવસે કરી અધધધ કમાણી

g clip-path="url(#clip0_868_265)">