ડ્રગ્સ કેસમાં નામ સામે આવ્યા બાદ અનન્યા પાંડેએ ફરી શરૂ કર્યું લાઇગર ફિલ્મનું શૂટિંગ

|

Oct 28, 2021 | 12:07 PM

એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Pandey) ફરી એકવાર તેની આગામી ફિલ્મ 'લાઇગર'નું શૂટિંગ શરૂ કરી રહી છે. આ ફિલ્મ હિન્દી અને તેલુગુમાં બની રહી છે.

ડ્રગ્સ કેસમાં નામ સામે આવ્યા બાદ અનન્યા પાંડેએ ફરી શરૂ કર્યું લાઇગર ફિલ્મનું શૂટિંગ
Actress Ananya Pandey (File photo)

Follow us on

એક્ટ્રેસ અનન્યા પાંડેને (Ananya Pandey) તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ અભિનેત્રીએ તેની તમામ ફિલ્મોનું શૂટિંગ થોડા સમય માટે બંધ કરી દીધું હતું. જેના કારણે તેમની બ્રાન્ડ વેલ્યુ પર પણ અસર પડી હતી.

તેને પૂછપરછ માટે બે દિવસ માટે NCB ઓફિસમાં બોલાવવામાં આવી હતી. આ દરમિયાન અધિકારીઓએ તેનું લેપટોપ પણ જપ્ત કરી લીધું હતું. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કર્યું છે.

અભિનેત્રી તેની આગામી ફિલ્મ ‘લાઇગર’ના શૂટિંગ માટે વિજય દેવરાકોંડા સાથે એક ગીતનું શૂટિંગ કરશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, અનન્યા પાંડે આજથી તેનું શૂટિંગ શરૂ કરશે. જો કે આ ગીતનું શૂટિંગ 25 ઓક્ટોબરે થવાનું હતું, પરંતુ અનન્યાને NCB ઓફિસ જવું પડ્યું જેના કારણે શૂટિંગ રોકવું પડ્યું.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ગીતનું શૂટિંગ મુંબઈમાં જ થવાનું છે. રિપોર્ટ્સ અનુસાર, આ ગીતને ચેન્નાઈના બાબા ભાસ્કરે કોરિયોગ્રાફ કર્યું છે. ‘લાઈગર’નું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સ પુરી જગન્નાથ અને ચાર્મી કૌર દ્વારા કરવામાં આવ્યું છે. આ એક્શન ડ્રામા ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં હતી. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ‘લાઈગર’માં વિજય દેવેરાકોંડા અને માઈક ટાયસનની હાજરીને કારણે દર્શકોમાં જોરદાર ધૂમ મચાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ બનાવવાનો ખર્ચ 125 કરોડ રૂપિયા છે.

આ ફિલ્મમાં રોનિત રોય, રામ્યા કૃષ્ણન, વિષ્ણુ રેડ્ડી, અલી, મકરંદ દેશપાંડે અને ગેટઅપ શ્રીનુ મુખ્ય ભૂમિકામાં છે. તે તેલુગુ અને હિન્દીમાં શૂટ કરવામાં આવી રહ્યું છે અને અન્ય ભાષાઓમાં ડબ કરવામાં આવશે. લાઈગર 9 સપ્ટેમ્બર 2021ના રોજ રિલીઝ થવાનું હતું પરંતુ કોરોનાને કારણે શૂટિંગમાં વિલંબ થયો હતો.

તમને જણાવી દઈએ કે અનન્યા પાંડેનું નામ આર્યન ખાન સાથે વોટ્સએપ ચેટ દ્વારા સામે આવ્યું હતું, ત્યારબાદ એનસીબીએ અનન્યાને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. અનન્યાની પૂછપરછ બાદ એનસીબીની ટીમ તેના ઘરે પહોંચી હતી. અનન્યા તેના પિતા ચંકી પાંડે સાથે બંને વખત NCB અધિકારીઓ સમક્ષ હાજર થઈ હતી.

આ પણ વાંચો : અમેરિકાએ, ચીનની કંપનીઓને 60 દિવસમાં દેશ છોડવા કહ્યુ, જાસુસીના વઘતા બનાવને લઈને કર્યો નિર્ણય

 

આ પણ વાંચો :KP Gosavi Arrested: આર્યન ડ્રગ્સ કેસમાં NCBના સાક્ષી કેપી ગોસાવીની ધરપકડ, ઘણા દિવસોથી હતો ફરાર

Next Article