Salman Khanને મોડલિંગના દિવસોથી જાણે છે Jackie Shroff, કહ્યું- તેમના બુટ અને કપડાંનું રાખતા હતા ધ્યાન

|

May 17, 2021 | 8:00 PM

સલમાન ખાનની ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ ઓટીટી પ્લેટફોર્મ પર અને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સલમાનની સાથે તેમના જૂના મિત્ર જેકી શ્રોફ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે. સલમાન અને જેકીની મિત્રતા જૂની છે. જેકી શ્રોફ સલમાનને તેમના મોડેલિંગના દિવસોથી ઓળખે છે.

Salman Khanને મોડલિંગના દિવસોથી જાણે છે Jackie Shroff, કહ્યું- તેમના બુટ અને કપડાંનું રાખતા હતા ધ્યાન
Salman Khan, Jackie Shroff

Follow us on

સલમાન ખાનની ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ ઓટીટી પ્લેટફોર્મ પર અને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સલમાનની સાથે તેમના જૂના મિત્ર જેકી શ્રોફ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે. સલમાન અને જેકીની મિત્રતા જૂની છે. જેકી શ્રોફ સલમાનને તેમના મોડેલિંગના દિવસોથી ઓળખે છે.

 

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભાઈજાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કદમ સહાયક દિગ્દર્શક તરીકે રાખ્યો હતો. જેકી શ્રોફને સલમાન ખાન સાથે વિતાવેલા જૂના દિવસો યાદ આવે છે. એક ઈન્ટરવ્યુમાં જેકી શ્રોફે સલમાન ખાન સાથેના તેમના સંબંધો વિશે વાત કરી હતી. તેણે કહ્યું- હું તેમને એક મોડેલ તરીકે જાણતો હતો, તે પછી તે આસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યા અને ફલકના શૂટિંગ દરમિયાન મારા કપડા અને બૂટ્સને હેન્ડલ કરતા હતા. હું તેમને હંમેશાં મારા નાના ભાઈની જેમ જોઉં છું.

 

જ્યારે સલમાન મારી સાથે સહાયક દિગ્દર્શક તરીકે કામ કરતા હતા, ત્યારે હું તેમને નિર્માતાઓના ફોટોગ્રાફ્સ બતાવતો હતો, જેની સાથે મે કામ કરી લીધુ હતું અને આખરે સલમાનને બોલિવૂડમાં પ્રવેશવાનો મોકો મળ્યો. મને ખુબ ગમ્યું. તો આવી રીતે મિત્રતા શરૂ થઈ. અમારી મિત્રતા એટલી નથી. અમે ખૂબ નજીક છીએ, ફિલ્મો લઈને આવતા રહીએ છીએ અને જ્યારે પણ કંઈક મોટું આવે ત્યારે તેઓ પહેલા મારો વિચાર કરે છે.

 

 

રાધે વિશે વાત કરીએ તો, ફિલ્મમાં સલમાન ખાન એક પોલીસ અધિકારી તરીકે જોવા મળે છે, જે મુંબઈમાં ડ્રગ્સને દૂર કરવાના મિશન પર આવે છે. જેકી શ્રોફ રાધેના બોસની ભૂમિકામાં જોવા મળ્યા છે. આ ફિલ્મ કોરિયન ફિલ્મ ધ આઉટલોઝ પર આધારિત છે.

 

 

રાધે વિશે વાત કરીએ તો તે 13 મેના રોજ રીલિઝ થઈ ચુકી છે. તેને પહેલા દિવસે જ 4.2 મિલિયન વ્યૂઝ મળી ગયા છે, ત્યારબાદ આ ફિલ્મ સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની ગઈ છે. સલમાને નિવેદન શેર કરીને ચાહકોને ખાસ અપીલ કરી હતી. તેમણે લખ્યું- અમે તમને અમારી ફિલ્મ રાધે જોવા માટે 249નો ખૂબ જ સામાન્ય દર રાખ્યો છે.

 

 

આ હોવા છતાં પાઈરેટેડ સાઇટ્સ ગેરકાયદેસર રીતે રાધે સ્ટ્રીમ કરી રહી છે, જે ગુનો છે. આ તમામ ગેરકાયદેસર પાઇરેટેડ સાઇટ્સ સામે સાયબર સેલ કાર્યવાહી કરી રહી છે. રાધેમાં સલમાન ખાન અને જેકી શ્રોફની સાથે દિશા પાટણી અને રણદીપ હૂડ્ડા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવે કર્યું છે.

 

Next Article