Super Dancer Chapter 4: શિલ્પા શેટ્ટીએ શરુ કર્યું શૂટિંગ, રાજ કુંદ્રાની ધરપકડ બાદ નથી મળી શોમાં જોવા

|

Aug 17, 2021 | 3:02 PM

અભિનેત્રી શિલ્પા શેટ્ટી લાંબા સમયથી ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 માં જોવા મળી નથી. પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ તે શોમાં જોવા મળી ન હતી. અહેવાલ અનુસાર શિલ્પાએ ફરી શૂટિંગ શરુ કર્યું છે.

Super Dancer Chapter 4: શિલ્પા શેટ્ટીએ શરુ કર્યું શૂટિંગ, રાજ કુંદ્રાની ધરપકડ બાદ નથી મળી શોમાં જોવા
About a month after Raj Kundra's arrest, Shilpa Shetty started shooting for Super Dancer Chapter 4

Follow us on

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer Chapter 4) માં જજ તરીકે જોવા મળી હતી. શિલ્પાના પતિ રાજ કુંદ્રાની (Raj Kundra) થોડા સમય પહેલા અશ્લીલ વિડીયો બનાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજની ધરપકડ બાદ શિલ્પા શોમાં જોવા મળી ન હતી. હવે ત્રણ સપ્તાહ બાદ શિલ્પા શોમાં પરત ફરી રહી છે.

સુપર ડાન્સર ચેપ્ટર 4 માં શિલ્પા શેટ્ટીની જગ્યાએ સોનાલી બેન્દ્રે અને ક્યારેક જેનેલિયા-રિતેશ જોવા મળ્યા હતા. દર અઠવાડિયે કેટલાક અલગ અલગ સેલેબ્સ શિલ્પા શેટ્ટીની જગ્યા લેતા હતા. પરંતુ હવે નિર્માતાઓએ શિલ્પાને બદલવાની જરૂર રહેશે નહીં. કેમ કે તે શોમાં પરત ફરી રહી છે.

નવો એપિસોડ કર્યો શૂટ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ શિલ્પા શેટ્ટીએ આગામી સપ્તાહના એપિસોડનું શૂટિંગ આજથી શરૂ કરી દીધું છે. શિલ્પા પહેલી સીઝનથી જ આ શોને જજ કરતી જોવા મળે છે. મેકર્સ શિલ્પાની વાપસીની રાહ જોઈ રહ્યા હતા અને નથી ઈચ્છતા કે તેની જગ્યાએ અન્ય કોઈ સેલેબ્સ આવે. એક સૂત્રએ જણાવ્યું છે કે અમે ખુશ છીએ કે શિલ્પાએ શૂટિંગ ફરી શરૂ કર્યું છે. આશા છે કે તે આ સિઝનના અંત સુધી સાથે રહેશે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શિલ્પા માટે પણ આ ખૂબ જ ભાવનાત્મક નિર્ણય હતો. તે ખૂબ હિંમત સાથે પરત ફરી રહી છે. મેકર્સ ખૂબ જ ખુશ છે કે શિલ્પા પુનરાગમન કરી રહી છે અને તેની રિપ્લેસમેન્ટ શોધવાની જરૂર રહેશે નહીં.

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી સાથે અનુરાગ બાસુ અને ગીતા કપૂર આ શોને જજ કરી રહ્યા છે. આ શો ઘણા અદ્ભુત પ્રતિભાશાળી બાળકોને આગળ લાવે છે. આ શોમાં 8-10 વર્ષની વયના બાળકો છે જેઓ તેમના દમદાર ડાન્સ મૂવ્સથી દિલ જીતી રહ્યા છે.

શિલ્પા શેટ્ટીની ગેરહાજરીમાં, સંગીતા બિજલાની, જેકી શ્રોફ, ટેરેન્સ લેવિસ, સોનાલી બેન્દ્રે, મૌસુમી ચેટર્જી અને કરિશ્મા કપૂર, જેનેલિયા ડિસોઝા અને રિતેશ દેશમુખ શોનો ભાગ બન્યા હતા.

તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. રાજની ધરપકડ બાદ શિલ્પાએ સોશિયલ મિડીયાથી પણ દુરી બનાવી લીધી હતી. શિલ્પાએ કુંદ્રાની ધરપકડના ઘણા સમય બાદ પોસ્ટ કરી હતી જેમાં તેણે ચાહકોને તેની ફિલ્મ હંગામા 2 જોવાની અપીલ કરી. બાદમાં શિલ્પાએ તેના પરિવારની પ્રાઈવસીને જાળવવા પણ અપીલ કરી હતી.

 

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં શૂટ થઇ હતી અમિતાભની આ ફિલ્મ, આ અભિનેત્રીના નામે ગોળીબાર બંધ કરી દેતા હતા આતંકીઓ

આ પણ વાંચો: Big News: અભિનેત્રીએ ઈન્ટિરિયર ડિઝાઇનર પર લગાવ્યો છેડતીનો આરોપ, નોંધવામાં આવી ફરિયાદ

Next Article