Aarti Singh ને કોવિડ વેક્સિન લગાવતા સમયની તસ્વીરો શેર કરવાનું પડ્યું ભારે, યુઝર્સ બોલ્યા – ઓવરએક્ટિંગ ઓછી કરો

|

May 12, 2021 | 6:13 PM

આરતી સિંહે મંગળવારે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો, ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર તસ્વીરો શેર કરી હતી. આ તસ્વીરો જોયા પછી તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

Aarti Singh ને કોવિડ વેક્સિન લગાવતા સમયની તસ્વીરો શેર કરવાનું પડ્યું ભારે, યુઝર્સ બોલ્યા - ઓવરએક્ટિંગ ઓછી કરો
Aarti Singh

Follow us on

કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. દરરોજ લાખો લોકો આ જીવલેણ વાયરસનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોને વહેલી તકે વેક્સિન અપાવવા અપીલ કરવામાં આવી રહી છે. બોલીવુડ સેલેબ્સ સોશ્યલ મીડિયા દ્વારા લોકોને વેક્સિન લેવાની વિનંતી કરી રહ્યા છે. એટલું જ નહીં, તે પોતે પણ વેક્સિન લગાવી રહ્યા છે.

બિગ બોસ 13 ફેમ આરતી સિંહે મંગળવારે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો, ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર તસ્વીરો શેર કરી હતી. આ તસ્વીરો જોયા પછી તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

શેર કરેલા તસ્વીરોમાં આરતી જુદા-જુદા એક્સપ્રેશન આપતી જોવા મળી રહી છે. ફોટો જોતા લાગે છે કે તેમને ખૂબ જ ડર લાગે છે. આરતીએ ફોટા શેર કરતી વખતે લખ્યું – મને ઈન્જેક્શનથી ડર લાગે છે… પણ આને લો, આપણે લડવાની જરૂરત છે. પ્રથમ ડોઝ લેવાઈ ગયો.

અહીં જુઓ આરતી સિંહ પોસ્ટ

 

લાગે છે કે આરતીના ચાહકોને તેમની આ પોસ્ટ પસંદ નથી આવી રહી. યુઝર્સ કમેન્ટ કરીને તેમને ટ્રોલ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું – ટેટૂ કરાવતી વખતે તમને પેઈન નથી થયું .. ઓવરએક્ટિંગની દુકાન. એક યુઝરે લખ્યું – બધાનું આ નાટક ચાલી રહ્યું છે. ફોટો મૂકવી છે વેક્સિન લેવાની અને અહીંયા પણ ખરાબ એક્ટિગ કરવી છે.

ખરીદી છે મોંઘી કાર

આરતી સિંહે તાજેતરમાં જ 14 લાખની મોંઘી કાર ખરીદી છે. તેમણે સોશિયલ મીડિયા પર કાર સાથેની તસવીરો શેર કરી હતી. આરતીના ભાઈ કૃષ્ણા અભિષેકે સોશિયલ મીડિયા પર તેમની બહેનની કાર સાથેનો વીડિયો શેર કરીને અભિનંદન આપ્યા હતા. વીડિયો શેર કરતી વખતે તેમણે લખ્યું – નવી કાર માટે અભિનંદન આરતી. કહી શકતો નથી કે હું કેટલો ખુશ છું કે તમે તમારી સખત મહેનતથી મારી પાસેથી એક પૈસો લીધા વિના આ કાર ખરીદી છે. આ એક ભાઈ માટે ગર્વની વાત છે. આવી રીતે જ રહો હમેશા.

આરતી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ચાહકો માટે તેમની ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આરતીને રિયાલિટી શો બિગ બોસ 13 થી ઓળખ મળી છે. તેમને આ શોમાંથી ઓડિયન્સનો ઘણો પ્રેમ મળ્યો. તે શોમાં લાંબા સમય સુધી ટકી હતી.

Next Article