VIDEO : ઐશ્વર્યા રાયની લાડલીનો ડાન્સ વીડિયો થયો વાયરલ, ફેન્સે આરાધ્યાની આ સેલેબ સાથે કરી સરખામણી

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આરાધ્યા બચ્ચનનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ડાન્સ કરતી જોવા મળે છે.

VIDEO : ઐશ્વર્યા રાયની લાડલીનો ડાન્સ વીડિયો થયો વાયરલ, ફેન્સે આરાધ્યાની આ સેલેબ સાથે કરી સરખામણી
Aaradhya bachchan (File Photo)
| Edited By: | Updated on: Jan 30, 2022 | 5:25 PM

Viral Video : ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Bachchan) અને અભિષેક બચ્ચનની દિકરી આરાધ્યા બચ્ચનનો (Aaradhya Bachchan) એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આરાધ્યા દેશભક્તિના સોંગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આરાધ્યાના એક્સપ્રેશન્સ ખૂબ જ  ક્યૂટ લાગી રહ્યા છે. કેટલાક લોકોને આરાધ્યાના એક્સપ્રેશન પસંદ આવી રહ્યા છે તો કેટલાકને આરાધ્યાની સાદગી પસંદ આવી રહી છે.

દેશભક્તિના રંગમાં રંગાઈ આરાધ્યા

વીડિયોમાં આરાધ્યા સફેદ કુર્તા અને નારંગી દુપટ્ટા પહેરેલી જોવા મળી રહી છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં ‘મા તુઝે સલામ’ સંભળાય છે. ચાહકોને આરાધ્યાનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, વાહ…શાનદાર. આ સિવાય અન્ય કેટલાક ફેન્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

જુઓ વીડિયો

 

ફેન્સે આ સેલેબ સાથે કરી સરખામણી

આરાધ્યાનો આ વીડિયો જોઈને મોટાભાગના ફેન્સ એવું કહેતા જોવા મળ્યા કે તે પોપ બેન્ડ બ્લેકપિંકની લિસા જેવી લાગે છે. આરાધ્યાનો વીડિયો જોઈને એક યૂઝરે કમેન્ટ કરી કે, ‘ બ્લેકપિંકની લિસા…એશની દિકરી આરાધ્યા પણ એવી જ દેખાય છે’, તો કોઈએ કહ્યુ ‘લિસાની કાર્બન કોપી.’ આરાધ્યાનો ડાન્સ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ધમાલ મચાવી રહ્યો છે.

 

 

આ પણ વાંચો : Mouni Roy Wedding : અર્જુન બિજલાનીએ વીડિયો શેર કરીને મૌની રોય માટે લખી એક સ્પેશિયલ નોટ