બર્થડે પર યુનિક લૂકમાં છવાઈ ગઈ આમિર ખાનની દીકરી આયરા, લોકો કરી રહ્યા છે ખુબ જ ટ્રોલ

|

May 10, 2022 | 9:45 AM

આમિર ખાનની (Aamir Khan) દીકરી આયરા ખાન (Ira Khan) એ એક ફેમસ સોશિયલ મીડિયા સ્ટાર છે. તાજેતરમાં તેણીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

બર્થડે પર યુનિક લૂકમાં છવાઈ ગઈ આમિર ખાનની દીકરી આયરા, લોકો કરી રહ્યા છે ખુબ જ ટ્રોલ
Aamir Khan & His Daughter (File Photo)

Follow us on

આમિર ખાનની (Aamir Khan) પુત્રી આયરા ખાન (Ira Khan) લગભગ દરરોજ કોઈને કોઈ કારણસર સમાચારમાં રહે છે. ખાસ કરીને, તેનો યુનિક લુક લોકોનું ધ્યાન હંમેશા ખેંચતો રહે છે. પરંતુ આ વખતે આયરા પોતાની બોલ્ડનેસના કારણે ફરી એકવાર ટ્રોલર્સના (Trolling) નિશાના પર આવી ગઈ છે. બૉલીવુડમાં ‘પરફેક્ટનિસ્ટ’ તરીકે ઓળખાતા આમિર ખાનની શાનદાર એક્ટિંગ અને ભવ્ય ફિલ્મોની ચર્ચા આખી દુનિયામાં થાય છે. પરંતુ તેની સામે, તેની દીકરી આયરા ખાન લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.  જો કે, આયરા એક અથવા બીજા કારણોસર સમાચારોમાં બની રહે છે.

તાજેતરમાં, આયરાએ તેનો 25મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. આ અવસર પર તેમનો કેક કાપતો એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આયરા બિકીની લુકમાં જોવા મળી હતી

આ ફોટામાં આમિર અને તેની પત્ની રીના દત્તા પણ આયરાની સાથે ઉભેલી જોવા મળે છે. અહીં બધાની નજર આયરાના લુક પર ટકેલી છે. તેણી તેના બર્થડે સેલિબ્રેશન દરમિયાન તે બિકીની પહેરેલી જોવા મળી રહી છે. આમિર પણ શર્ટલેસ છે, અને શોર્ટ્સ પહેરીને ઊભો છે. હવે આવો અજીબ લુક જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આયરા પર ખૂબ ગુસ્સે ભરાયા છે. લોકોએ તેણીને તેના બર્થડેના દિવસે પણ જોરદાર ઠપકો આપવાનું શરૂ કરી દીધું છે.

લોકોએ આયરાને ઠપકો આપ્યો

હવે આયરાને ટ્રોલ કરતા લોકોએ એક પછી એક કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું છે કે, ‘તમે ઘણા અમીર છો, શું તમારી પાસે કપડાં ખરીદવા માટે પૈસા નથી? જેઓ આવી રીતે બેશરમ બનીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ શું છે, બિકીની પહેરીને પરિવાર સાથે જન્મદિવસ કોણ સેલિબ્રેટ કરે છે?’ બીજા યુઝરે લખ્યું છે કે, ‘શું આ લોકો ઘરમાં કપડાં નથી પહેરતા?’ તેવી જ રીતે અન્ય લોકો પણ કમેન્ટ સેક્શનમાં પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

આયરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

 


જો કે, આયરાના જન્મદિવસનો આ ફોટો જોઈને લાગે છે કે તે તેનો ખાસ દિવસ તેના પરિવાર સાથે કોઈ સ્વિમિંગ પૂલમાં સેલિબ્રેટ કરી રહી હતી. જો કે, આયરા પોતે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની મોટાભાગની પોસ્ટમાં તે બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. ઘણીવાર તે તેના બોયફ્રેન્ડ નુપુર શિખરના સોશિયલ હેન્ડલ પર પણ જોવા મળે છે.

 

 

Next Article